Get The App

સુરતમાં પાલનપુર ગામ અને અમરોલીના યુવાનનું એકાએક મોત

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
સુરતમાં પાલનપુર ગામ અને અમરોલીના યુવાનનું એકાએક મોત 1 - image


- પાલનપુરમાં ટી.વી જોઈ રહેલો 39 વર્ષનો યુવાન અને કામરેજ રોડ ઉપર કારમાં આવતી વેળા અમરોલીનો 35 વર્ષનો યુવાન ઢળી પડયો

 સુરત,:

સુરતમાં યુવાનોમાં અચાનક મોત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. એવા સમયે પાલનપુરગામમાં રવિવારે સાંજે ટી.વી જોઈ રહેલા ૩૯ વર્ષીય યુવાન અને કામરેજ રોડ ઉપર રવિવારે મોડી રાત્રે મિત્રો સાથે કારમાં આવતા ૩૫ વર્ષીય યુવાનની અચાનક તબિયત બગાડતા મોત થયું હતું.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભાવનગરમાં રહેતા ૩૯ વર્ષીય સુનિલ બીપીનભાઈ ધામેચા ૧૩ દિવસ પહેલા સુરતમાં રહેતા ભાઈ અને મિત્ર સહિતનાને મળવા આવ્યો હતો. જોકે રવિવારે સાંજે પાલગામમાં સ્તુતિ એપાર્ટમેન્ટમાં સુનીલ ટી.વી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક તેની તબિયત બગાડતા ઢળી પડયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સુનિલ ભાવનગર ખાતે મોબાઈલની દુકાન ધરાવતો હતો.

બીજા બનાવમાં અમરોલીમાં મનીષા સોસાયટીમાં રહેતો ૩૫ વર્ષીય સંજય મનુભાઇ ખુમાન રવિવારે રાતે તેના મિત્ર સાથે કારમાં સાંરગપુરથી ઘરે આવતા હતા. તે સમયે  કામરેજ રોડ પર સંજયને કારમાં અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. બાદમાં તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ અમરેલીમાં મટીરાડાગામનો વતની હતો.


Google NewsGoogle News