Get The App

સુરતમાં વધુ બે યુવાનના અચાનક મોત, હાર્ટ એટેકની શક્યતા

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
સુરતમાં વધુ બે યુવાનના અચાનક મોત, હાર્ટ એટેકની શક્યતા 1 - image


- કતારગામમાં 34 વર્ષીય યુવાન અને લસકાણાના ૩૩ વર્ષીય યુવાનનું તબિયત બગડતા મોત નીપજ્યું

 સુરત,:

સુરતમાં યુવાનોમાં અચાનક મોતનો સિલસિલો યથાવત રહેવા પામ્પો છે. તેવા સમયે કતારગામમાં ૩૪ વર્ષીય યુવાન અને લસકાણાના ૩૩ વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા મોત નીંપજયા હતા.

  સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ માનદવાજા ખાતે બાગલ મહોલ્લામાં રહેતો ૩૪ વર્ષીય આરીફ ગની શેખ શુક્રવારે સાંજે કતારગામ જી.આઇ.ડી.સીમાં કાપડના યુનિટમાં ટેમ્પા માંથી માલસામાન ખાલી કરતા હતા. ત્યારે તેમની અચનાક તબિયત બગડતા ચક્કર આવ્યા બાદ ઉલ્ટી થઇ હતી. બાદમાં તે બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. તે ટેમ્પો ચાલક હતો. તેને ત્રણ સંતાન છે.

બીજા બનાવમાં લસકાણામાં વિપુલનગર પાસે પ્રભુદર્શન સોસાયટીમાં રહેતો ૩૩ વર્ષીય ચિત્રશેન શુકરૃ બહેરા શુક્રવારે બપોરે ઘરમાં અચાનક તબિયત લથડતા ઢળી પડયો હતો. જેથી ૧૦૮ને જાણ થતા ત્યાં પહોચીને તેને મૃત જાહેર કર્યો હતો. જયારે ચિત્રશેન સંચાખાતામાં કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે.


Google NewsGoogle News