Get The App

હીટવેવ વચ્ચે સુરતમાં 32 થી 41 વર્ષના ત્રણ વ્યક્તિના અચાનક મોત

Updated: May 21st, 2024


Google NewsGoogle News
હીટવેવ વચ્ચે સુરતમાં 32 થી 41 વર્ષના ત્રણ વ્યક્તિના અચાનક મોત 1 - image


- નાની વેડનો 32 વર્ષીય યુવાન, ઘોડદોડ રોડના 35 વર્ષીય યુવાન અને કાપોદ્રામાં 41 વર્ષીય રત્નકલાકાર બેભાન થયા બાદ મોત

 સુરત, :

 સૂર્યના આંકરો તાપ વચ્ચે સુરત શહેરમાં એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બનાવવો યથાવત રહેવા પામ્યો છે.  તેવા સમયે  નાની વેડનો ૩૨ વર્ષીય યુવાન, ધોડદોડ રોડના ૩૫ વર્ષીય યુવાન, કાપોદ્રામાં ૪૧ વર્ષીય યુવાન રત્નકલાકારની તબિયત બગડતા  બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામમાં શિવાજી નગરમાં રહેતો ૩૨ વર્ષીય ભીખા સોમાભાઇ કુંવર ગત સાંજે નાની વેડ ખાતે જગીરાવાડી પાસે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયો હતો. આ અંગે જાણ થતા ૧૦૮ ત્યાં પહોચીને તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ભીખા કેટરીંગમાં મજુરી કામ કરતો હતો.

બીજા બનાવમાં ધોડદોડ રોડ પર સાવલાની એસ્ટેટ ખાતે રહેતો ૩૫ વર્ષીય રોહન હરીશ ભેદા ગત બપોરે ઘરમાં બેડરૃમમાં અચાનક તબિત બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેની એક બહેન છે. તેના પિતા કન્ટ્રકશના કામ સાથે સંકળાયેલા છે. જયારે તે પણ કોઇ વખત કન્ટ્રકશન સાઇટ ઉપર જતો હતો.

ત્રીજા બનાવમાં કાપોદ્રામાં શ્રીજી કૃર્પા સોસાયટીમાં રહેતો ૪૧ વર્ષીય રાજેશ પરબતભાઇ ભેદા ગત મોડી સાંજે નોકરી ઘરે ગયા બાદ અચાનક બેભાન થઇ જતા સારવાર માટે ખાનગી  હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જાહેર કર્યા હતા. જ્યાં રાજેશ મુળ જુનાગઢનો વતની હતો.  તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે રત્નકલાકારનું કામ કરતો હતો.


Google NewsGoogle News