સુરતમાં એકાએક મોતની ઘટના યથાવત મહિલા સહિત વધુ ત્રણના મોત
- સરથાણામાં 37 વર્ષની મહિલા, ગોડાદરા અને લિંબાયતના આધેડનું તબિયત બગડયા બાદ મોત
સુરત :
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક મોત અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોત થવામાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે સરથાણામાં ૩૭ વર્ષીય મહિલા, ગોડાદરામાં ૪૩ વર્ષીય યુવાન અને લિંબાયતમાં ૪૭ વર્ષના આધેડની તબિયત બગડીયા બાદ મોત થયુ હતુ.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મુળ જુનાગઢના વિસાવદરમાં કાલસારીગામના વતની અને હાલમાં સરથાણામાં યોગીચોક પાસે રવિદર્શન સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષીય કાજલબેન પિયુષ ડોબરીયા રવિવારે સવારે ઘરમાં અચાનક તબિયત બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કાજલબેનને બે સંતાન છે. તેમના પતિ રત્નકલાકારનું કામ કરતા હતા.
બીજા બનાવમાં ગોડાદરામાં મીડા સ્ક્વેર પાસે સુમન પ્રભાત આવાસમાં રહેતા ૪૩ વર્ષીય શ્રીનિવાસ અનંત રામલુ મીટ્ટાકોલા રવિવારે રાત્રે ઘરમાં જમતા હતા. તે સમયે અચાનક તબિયત બગડતા બેભાન થઈ ગયા હતા. જેથી તેમને ૧૦૮ ના કર્મચારીઓ મુજબ જાહેર કર્યા હતા.
ત્રીજા બનાવવામાં લિંબાયતમાં આર.ડી ફાટક પાસે રામેશ્વર નગરમાં રહેતા ૪૭ વર્ષીય દિપુભાઇ ભવાની સોની રવિવારે સાંજે ઘરે અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જોકે તેમની ૧૦૮ના સ્ટાફે મૃત જાહેર કર્યા હતા.