Get The App

ભાવનગરના સિહોરમાં GIDCમાં અચાનક બ્લાસ્ટ, 3 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
ભાવનગરના સિહોરમાં GIDCમાં અચાનક બ્લાસ્ટ, 3 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા 1 - image


Blast in Sehore GIDC: ભાવનગર જિલ્લાના સિહોર GIDCમાં આવેલી રોલિંગ મિલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં 3 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોને વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ભાવનગરના સિહોરમાં GIDCમાં અચાનક બ્લાસ્ટ, 3 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા 2 - image


Google NewsGoogle News