સરથાણા નેચર પાર્કમાં એશિયાઈ વરુ (વુલ્ફ)નું સફળ બ્રિડીંગ ચાર બચ્ચાનો જન્મ થયો
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્ક માં જાન્યુઆરીમાં વુલ્ફ ના બે બચ્ચા નવા મહેમાન બન્યા હતા ત્યાર બાદ હાલમાં આ વુલ્ફની જોડીને વધુ ચાર બચ્ચાને જન્મ આપ્યો છે તેની સાથે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વુલ્ફ ની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે,
સુરતના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને લુપ્ત થતા પશુ પક્ષી નિહાળવા મળે તે માટે સરથાણા ખાતે નેચર પાર્ક બનાવવામા આવ્યું છે. સુરત મહાનગ૨પાલિકાના ર્ડા. શ્યામાપ્રસાદ મુર્ખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સરથાણા, નેચર પાર્ક માં એનિમલ એક્ષચેન્જ સ્કીમ હેઠળ જુલાઈ 2023મમાંજયપુર જુઝુ થી વુલ્ફ ની જોડી લાવવામા આવી હતી. તેનું સફળ બ્રિડીંગ જાન્યુઆરી 2024માં થયું હતું અને બે બચ્ચાને જન્મ આપ્યો હતો.
જયપુર ઝૂ થી લવાયેલા વુલ્ફ ની જોડીમાં નર જય અને માદા પરી છે તે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં આકર્ષણનું કેન્દ્ર છે. માદા પરીએ પોતાના પાંડમાં ઓપન યાર્ડ છે તેમાં દર ( બખોલ) બનાવી હતી તેમાં ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. અને જન્મ સમયે બચ્ચા ની આંખો બંધ હોય છે જે 8-10 દિવસ એ ખૂલે છે હાલમાં માદા વરૂ બચ્ચાંઓ ની પૂરતી કાળજી કરતી જણાય છે.હાલમાં ઉપરોક્ત બચ્ચા સહિત ઝુ માં વરૂ ની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે. હાલ આ બચ્ચા દેખરેખ હેઠળ છે અને થોડા સમય બાદ તે લોકોને નિહાળવા માટે ખુલ્લું મુકવામાં આવશે.