Get The App

જૈનાબાદમાં માલધારી સમાજ સાથે અન્યાય મામલે ગૃહમંત્રીને રજૂઆત

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
જૈનાબાદમાં માલધારી સમાજ સાથે અન્યાય મામલે ગૃહમંત્રીને રજૂઆત 1 - image


- સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી

- ગૌહત્યા, વાડા- ઘાસ ચારો સળગાવવો, મહિલાઓની છેડતીના બનાવ વધતા આક્રોેશ

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના જૈનાબાદ ગામના માલધારી સમાજ સાથે થઈ રહેલા અન્યાય અને અત્યાચાર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનીક આગેવાન અને સમગ્ર હિન્દુ સમાજે ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

દસાડા તાલુકાના જૈનાબાદ સહિત તાલુકાના ગામોમાં છેલ્લા ચાર-પાંચ વર્ષમાં માલધારી સમાજ ઉપર વાડા સળગાવવા, ઢોરના ઘાસ ચારો સળગાવવા, ખીલે બાંધેલી જીવતી ગાયો સળગાવી, ઘર સુધી પહોંચી મહિલાઓ સાથે મારઝુડ તેમજ છેડતી કરવી સહિતના કૃત્યો વધી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડી ગૌહત્યા, મહિલા છેડતી, લુંટફાટ જેવા કૃત્યોને લગતી કલમો લગાવી કાર્યવાહી કરવાને બદલે માત્ર સામાન્ય ચેપ્ટર કેસ કરી કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા દોષીતોને સજા અપાવવાને બદલે માત્ર શાંતિ સમિતિ જેવી બેઠકો કરી કામગીરીથી સંતોષ માની રહી છે. ત્યારે આવી ઘટનાઓમાં અલગ-અલગ કલમો દાખલ કરી એફઆઈઆર દાખલ કરવાની માંગ સાથે જૈનાબાદના જાગૃત નાગરીક નથુભાઈ મેવાભાઈ રબારી સહિત હિન્દુ સમાજ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી છે. આગામી દિવસોમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.


Google NewsGoogle News