Get The App

GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં હાલાકી નર્મદ યુનિ. ગેટને તાળાબંધ, હવન કરાયો

કૉલેજોમાં કોમન એડમિશન પ્રોસેસમાં વિદ્યાર્થીઓ પરેશાન

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
GCAS પોર્ટલ પર પ્રવેશ પ્રક્રિયામાં હાલાકી   નર્મદ યુનિ. ગેટને તાળાબંધ, હવન કરાયો 1 - image


- એબીવીપીએ ચક્કાજામ કરી વિદ્યાર્થીઓની મુશ્કેલીના નિવારણ માટે સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું

           સુરત

ગુજરાત કોમન એડમીશન સર્વિસ ( જીકેસ) પોર્ટલ પર એડમીશન પ્રોસેસ શરૃ કરાઇ છે. પરંતુ કોલેજોમાં કેટલી બેઠકો, કેટલુ મેરિટ  છે તેની કોઇ માહિતી ઉપલબ્ધ નથી. અને વિદ્યાર્થીઓને પ્રવેશમાં પડી રહેલી મુશ્કેલીના વિરોધમાં આજે એબીવીપી દ્વારા  નર્મદ યુનિવર્સિટી ખાતે ગેટને તાળુ મારી, રોડ પર ચક્કાજામ કરવાની સાથે જ હવન કરી વિરોધ પ્રદર્શનો કરી સરકારને ૪૮ કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ.

નર્મદ યુનિવર્સિટી સહિત રાજયની સરકારી યુનિવર્સિટીઓમાં હાલ મેરિટના આધારે પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે. જેમાં કોલેજો દ્વારા એક સાથે મોટી સંખ્યામાં પ્રવેશ માટે ઓફર લેટર મોકલતા કોલેજોમાં ભારે ધસારો થઇ રહ્યો છે. તો મહિલાઓની કોલેજોમાં પુરુષોને પ્રવેશ મળી રહ્યા છે. એકવાર વિદ્યાર્થી પ્રવેશ મેળવ્યા બાદ બીજા રાઉન્ડમાં ભાગ લઇ શકતો નથી. પ્રવેશ પ્રકિયામાં વ્યાપ્ત અનિયમિતતાઓ અને વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓને લઇને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ( એબીવીપી ) દ્વારા નર્મદ યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો પહોંચીને વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

નર્મદ યુનિવર્સિટીના ગેટને એક કલાક સુધી તાળુ મારી અંદર કોઇને જવા દેવાયા ના હતા. તો બહાર રસ્તાઓ પર આંદોલન કરીને ચક્કાજામ કર્યા હતા. અને છેલ્લે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને કાર્યકરો હવન કરી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. છેલ્લા કુલપતિને આવેદનપત્ર પાઠવીને આક્રોશ વ્યકત કર્યો હતો કે ગુજરાતની ભષ્ટ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડી રહ્યા છે. તે ચલાવી લેવામાં  આવશે નહીં. આગામી ૪૮ કલાકમાં નિવેડો નહીં આવે તો રાજયભરમાં હજુ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજયના શિક્ષણ મંત્રીને પણ આવેદનપત્ર આપ્યુ હોવાથી વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ અંગે સુખદ નિરાકરણ લાવવાની તેમણે બાંહેધરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

વિદ્યાર્થીઓને આ મુશ્કેલી નડી રહી છે

- ગ્રામીણ વિસ્તારમાં ટેકનોલોજીનો અભાવ હોવાથી ઘણા સેન્ટરો પર વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત

- એક રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યા પછી બીજા રાઉન્ડમાં તે વિદ્યાર્થી ભાગ લઇ શકતો નથી

- વિદ્યાર્થીને ફોર્મ રદ કરવુ હોય કે ફોર્મમાં કોઇ ભુલ હોય તો સુધારવાનો વિકલ્પ મળતો નથી

- કોલેજના મેરીટ કયા માપદંડ પ્રમાણે બની રહયા છે. એની કોઇ પણ પ્રકારની જાણકારી નથી.

- પ્રવેશ મેળવ્યા પછી ડોકયુમેન્ટ વેરિફિકેશનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે

- જીકેસ પોર્ટલ પર કઇ કોલેજમાં કેટલી સીટો છે, કેટલી બાકી છે કોલેજનું કટ ઓફ કેટલુ છે કોલેજની ફી કેટલી છે ?કોઇ માહિતી  નથી.

એબીવીપી દ્વારા સરકાર સમક્ષ માંગણી

- જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયેલા છે તેમને જીકેસ પર એક તક આપવામાં આવે

- પ્રથમ રાઉન્ડ બાદ પણ ચોઇસ ફીલીંગ કરી બીજી કોલેજમાં એડમીશન લેવા માટે યુનિવર્સિટી ને સતા આપવામાં આવે

આવનારા રાઉન્ડ પહેલા કોલેજો પર ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે

- એલએલબીની પ્રવેશ પ્રકિયા શરૃ કરવામાં આવે

- કોલેજનું સીટ મેટ્રિકસ જીકેસ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવે.



Google NewsGoogle News