Get The App

હોમસાયન્સ ફેકલ્ટીમાં ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાની ધમકી

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
હોમસાયન્સ ફેકલ્ટીમાં ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થિનીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાની ધમકી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી પણ હવે ખાનગી   શૈક્ષણિક સંસ્થાઓના રસ્તે જઈ રહી છે.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ચાલતા ફેશન ટેકનોલોજીના કોર્સમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓને બાકી ફી ભરવા માટે માનસિક રીતે હેરાન કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે આજેએનએસયુઆઈના વિદ્યાર્થીઓએ હોમ સાયન્સ ફેકલ્ટીમાં હોબાળો મચાવ્યો હતો અને ડીનનો  ઘેરાવો કર્યો હતો.

એનએસયુઆઈના પ્રમુખ, ઉપપ્રમુખે કહ્યું હતું કે, ફેશન ટેકનોલોજીનો કોર્સ હાયર પેમેન્ટ ધોરણે ચાલે છે.જેની એક વર્ષની ફી લગભગ ૧.૧૦ લાખ જેટલી છે.કેટલીક વિદ્યાર્થિનીઓની ચોથા સેમેસ્ટરની ફી બાકી છે અને આ ફી ભરવા માટે વિદ્યાર્થિનીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે.એક મહિલા અધ્યાપક ફી માટે ચાલુ ક્લાસમાં તેમને ટકોર કરી રહ્યા છે.વોટસએપ ગુ્રપમાં તેમની ફી બાકી હોવાની કોમેન્ટ કરી રહ્યા છે અને તેમને ઈન્ટરનલ પરીક્ષામાં બેસવા નહીં દેવાય તેવી ધમકી આપી રહ્યા છે.જેના કારણે ટેન્શનમાં આવી ગયેલી એક વિદ્યાર્થિની તો અભ્યાસ છોડીને વતન પાછી ફરી ગઈ છે.

એનએસયુઆઈએ ડીન સમક્ષ માગ કરી હતી કે, ફી માટે દબાણ કરતા અધ્યાપકને સસ્પેન્ડ કરવામાં આવે.તાજેતરમાં જ સુરતમાં ફી નહીં ભરી શકનાર વિદ્યાર્થિનીએ સ્કૂલના દબાણના કારણે આત્મહત્યા કરી હતી.આ બાબતને પણ ફેકલ્ટી સત્તાધીશોએ ધ્યાનમાં રાખવાની જરુર છે. ફીના દબાણના કારણે કોઈ વિદ્યાર્થિનીએ અઘટિત પગલું ભર્યુ તો જવાબદારી કોની રહેશે? ઉપરાંત ફી નહીં ભરનાર સ્ટુડન્ટ પરીક્ષામાં ના બેસી શકે તેવો કોઈ નિયમ જ નથી.


Google NewsGoogle News