Get The App

વડોદરાની ઊર્મિ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચમાં મારામારી, પાંચને ઇજા, વાલીઓનો હોબાળો

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
વડોદરાની ઊર્મિ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચમાં મારામારી, પાંચને ઇજા, વાલીઓનો હોબાળો 1 - image


Vadodara News: વડોદરાના સમા સાવલી રોડ પર આવેલી ઊર્મિ સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચેની ક્રિકેટ મેચમાં થયેલી મારામારી માં પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના પગલે ભારે હોબાળો મચી ગયો હતો.

મળતી વિગતો પ્રમાણે ઊર્મિ સ્કૂલમાં ધોરણ 10 ના હોસ્ટેલના અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે આજે ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન એક ટીમ હારવા આવતા તેમાં સામેલ વિદ્યાર્થીઓએ સામેની ટીમ સાથે ઝઘડો કર્યો હતો. બોલાચાલી પછી વાત મારા મારી સુધી પહોંચી હતી અને વિદ્યાર્થીઓ એકબીજાને મારવા માંડ્યા હતા. 

આ મારામારીમાં એક વિદ્યાર્થીને માથામાં ઇજા પહોંચતાં ટાંકા લેવા પડ્યા હતા .જ્યારે બીજા ચાર વિદ્યાર્થીઓને મૂઢ માર વાગ્યો હતો. તમામ વિદ્યાર્થીઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના વાલીઓને આ વાતની જાણ થતા તેઓ હોસ્પિટલ પર દોડી ગયા હતા અને ભારે હોબાળો કર્યો હતો. વાલીઓએ ભારે રોષ વ્યક્ત કરીને સ્કૂલ મેનેજમેન્ટ ઉપર બેદરકારીના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. વાલીઓએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરી છે. દરમિયાન સ્કૂલ મેનેજમેન્ટે મારામારીમાં સંડોવાયેલા ચાર વિદ્યાર્થીઓ સામે આક રી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.


Google NewsGoogle News