Get The App

સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડથી વંચિત

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ સ્ટાઈપેન્ડથી વંચિત 1 - image

વડોદરાઃ વડોદરાના પાણીગેટ વિસ્તારની સરકારી આયુર્વેદ કોલેજમાં ઈન્ટર્ન તરીકે ફરજ બજાવતા વડોદરાની સરકારી આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ મહિનાથી સ્ટાઈપેન્ડ મળ્યું નથી. વિદ્યાર્થીઓમાં તેને લઈને છૂપો રોષ પણ જોવા મળી રહ્યો છે.

સરકારી આયુર્વેદ કોલેજમાં અભ્યાસ કરતા બેચલરના વિદ્યાર્થીઓને સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ દરમિયાન દર મહિને ૧૫૧૨૦ રુપિયા સ્ટાઈપેન્ડ મળે છે.આ વખતે ઈન્ટર્નશિપ શરુ કરનાર ૭૦ વિદ્યાર્થીઓની બેચને નવેમ્બરથી જાન્યુઆરી સુધી એટલે કે ત્રણ મહિનાનું સ્ટાઈપેન્ડ મળ્યું નથી.

જાણવા મળતી વિગતો પ્રમાણે તેના અગાઉની ૭૦ વિદ્યાર્થીઓની બેચની ઈન્ટર્નશિપ ૩૧ ડિસેમ્બરે પૂરી થઈ હતી.તેમને પણ ઓગસ્ટ મહિનાતી સ્ટાઈપેન્ડ મળ્યું નથી.આ જ રીતે માસ્ટરના વિદ્યાર્થીઓને પણ ઓગસ્ટથી અત્યાર સુધીનું સ્ટાઈપેન્ડ મળવાનું બાકી છે.આ વિદ્યાર્થીઓને દર મહિને ૫૩૦૦૦ રુપિયાથી ૫૯૦૦૦ રુપિયા સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવતું હોય છે.

એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, કોલેજના સત્તાધીશોને પણ અમે આ બાબતે પૂછ્યું હતું અને અમને જવાબ મળ્યો હતો કે, હજી સુધી સરકારમાંથી ગ્રાન્ટ આવી નથી અને એટલે સ્ટાઈપેન્ડ મળ્યું નથી.જોકે અમારી જાણકારી પ્રમાણે બીજી સરકારી  આયુર્વેદ કોલેજોના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ મળી રહ્યું છે.


Google NewsGoogle News