બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે પેપરો સરળ પુછાતા સુરમતાં વિદ્યાર્થીઓ ખુશ
- 1.38 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ધોરણ-10 ની ગુજરાતીની પરીક્ષામાં 787 ગેરહાજરઃ પહેલા દિવસે ગેરરીતિનો એકેય કેસ નહી
સુરત
ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની આજથી શરૃ થયેલી પરીક્ષામાં પ્રથમ દિવસે જ ૧,૩૮,૬૯૮ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ૧૨૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધોરણ ૧૦ અને ૧૨ સા.પ્રવાહના પેપરો સરળ પુછાયા હતા. જયારે ૧૨ સાયન્સનું બેલેન્સ પેપર પુછાયુ હોવાનું શિક્ષકો દ્વારા જાણવા મળ્યુ છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૃ થયેલી બોર્ડની પરીક્ષામાં સવારના પ્રથમ સેશનમાં ધોરણ ૧૦ નું ગુજરાતી અને અન્ય માધ્યમોની પરીક્ષાનું પેપર પુછાયુ હતુ. જેમાં નોંધાયેલા કુલ૮૨૦૧૦ વિદ્યાર્થીઓમાંથી ૭૮૭ ગેરહાજર રહ્યા હતા. અને ૮૧૨૨૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારના સેશનમાં એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ના હતા.બપોરના સેશનમાં પણ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું નામાંના મુળતત્વો અને સાયન્સનું ભૌતિક વિજ્ઞાાનનું પેપર પુછાયુ હતુ. આમ આજે પ્રથમ દિવસે ત્રણેય પેપરો મળીને કુલ નોંધાયેલા ૧,૩૯,૯૩૫ વિદ્યાર્થીઓમાંથી ૧૨૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ૧,૩૮,૬૯૭ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ મોહોલમાં પરીક્ષા આપી હતી. આજે એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ના હતો.
વિદ્યાર્થીઓ ક્રિએટીવ બની શકે તેવા પ્રશ્નો ધોરણ 10 માં પુછાયા
ધોરણ
૧૦ ના ગુજરાતીના પ્રશ્નપત્રમાં ગત વર્ષની સરખામણીમાં પ્રશ્નપત્રો સરળ પુછાયા હતા.
વિષય શિક્ષકોના જણાવ્યા મુજબ એ અને બી બન્ને વિભાગ સંપૂર્ણ પાઠયપુસ્તક આધારિત
પ્રમાણમાં સરળ પુછાયા હતા. ગ્રામર સેકશનના પ્રશ્નો પણ સરળ પુછાયા હતા. ડી વિભાગમાં
વિદ્યાર્થીઓ ક્રિએટીવ બની શકે અને મૌલિક વિચારીને લખી શકે તેવા નિંબંધો વૃક્ષારોપણ
પરનો અહેવાલ, યાદગાર પ્રવાસ, આપણા ઘડવૈયા, દીકરી
ઘરની દીવડી જેવા નિબંધો પુછાયા હતા. ટુંકમાં પેપર પ્રશ્નો ટવીસ્ટ કરેલા ના હતા.
એકાઉન્ટના પ્રશ્નપત્રમાં જનરલ વિકલ્પના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે
ધોરણ
૧૨ કોર્મસના એકાઉન્ટન્ટના પ્રશ્નપત્ર લખીને બહાર નિકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર
ખુશીની લહેર જોવા મળી હતી. પેપરમાં પ્રશ્નો અટપટ્ટા પુછાયા ના હતા. સી અને ડી વિભાગના
પ્રશ્નો પાઠયપુસ્તકના આધારે પુછાયા હતા. પ્રશ્નોની ગણતરી સરળતાથી સોલ્વ કરી શકાય
તેવા પ્રશ્નો હતા. ઇ વિભાગના પાંચ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો પ્રમાણમાં અઘરા પુછાયા
હતા. આ પેપરમાં જનરલ વિકલ્પના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે.
૧૨ સાયન્સના ફિઝીકસના પેપરમાં એમસીકયુ સંપુણ બુકમાંથી પુછાયા હતા.
૧૨
સાયન્સના ફિઝીકસના પ્રશ્નપત્રને લઇને નિષ્ણાંત શિક્ષક મહેશ શ્યાણીના જણાવ્યા મુજબ
આ પ્રશ્નપત્રમાં એમસીકયુ સંર્પુણ એનસીઇઆરટી ટેકસ બુકમાંથી પુછાયા હતા. ૩૨ એમસીકયુ
ગણતરી અને ૧૮ એમસીકયુ માત્ર સિદ્વાંત આધારિત પુછાયા હતા. પાર્ટ બીમાં ૫૦ માર્કસના
કુલ ૨૭ પ્રશ્નોમાંથી ૧૨ દાખલા અને ૧૫ થિયરીના પુછાયા હતા. જેમાં પુસ્તકમાં જે
આંકડાકીય માહિતી હતી. તે બદલી પણ ના હતી. જે વિદ્યાર્થીએ સારી પ્રેકટીસ કરી હશે તે
પ્રમાણે દાખલા પુછાયા હતા. પેપર સમયસર પૂર્ણ થાય એવુ એવુ નિયત પરિરૃપ પ્રમાણે
બેલેન્સ પેપર હતુ.
ધોરણ હાજર ગે.હા કુલ
૧૦ ૮૧૨૨૩ ૭૮૭ ૮૨૦૧૦
૧૨
સા.પ્રવાહ ૩૯૨૦૬ ૨૭૪ ૩૯૪૮૦
૧૨ સાયન્સ
૧૮૨૬૮ ૧૭૭ ૧૮૪૪૫
કુલ ૧,૩૮,૬૯૭ ૧૨૩૮ ૧,૩૯,૯૩૫