Get The App

સુરતમાં વિદ્યાર્થિની આપઘાત કેસ, શિક્ષણ માફીયાઓ સામે કાર્યવાહીની માગ સાથે NSUIએ કર્યો વિરોધ

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
સુરતમાં વિદ્યાર્થિની આપઘાત કેસ, શિક્ષણ માફીયાઓ સામે કાર્યવાહીની માગ સાથે NSUIએ કર્યો વિરોધ 1 - image


Student Self-destruction Case In Surat : સુરતમાં આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફી ભરવા બાબતે વારંવાર ટોર્ચર કરાતાં તેણે આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે શિક્ષણ વિભાગે કમિટીની રચના કરીને રિપોર્ટ રજૂ કર્યો છે. જ્યારે સમગ્ર ઘટના મામલે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ કચેરી ખાતે અધિકારીને રજૂઆત કરીને ઓફીસમાં શર્ટ નીકાળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓનો વિરોધ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભાવના ખટીકે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પરિવારજનોએ સ્કૂલમાં વિદ્યાર્થિનીને ફી ભરવા બાબતે ટોર્ચર કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ માટે શિક્ષણ વિભાગના વર્ગ 2ના 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં કમિટીએ બે દિવસની તપાસ બાદ રિપોર્ટ રજૂ કર્યો છે. જ્યારે સમગ્ર ઘટનામાં શિક્ષણ અધિકારી અને પોલીસ સ્કૂલના સંચાલકોને બચાવી રહ્યાં હોવાની સુરત શહેર યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ શંકા વ્યક્ત કરી હતી. જેને લઈને યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન NSUIના કાર્યકર્તાઓએ અધિકારીની ઓફીસમાં જ શર્ટ નીકાળીને 'તમે દીકરીને બચાવી તો શક્યા નથી. અમારી ઈજ્જત લઈ લો પણ ગુજરાતની દીકરીઓ ફરીથી ન સર્જાય તેને લઈને શિક્ષણ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો...'

યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ વિરોધ પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યકર્તાઓની અટકાય કરી લીધી હતી. જ્યારે કાર્યકર્તાઓની રજૂઆતને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, 'આ રજૂઆત બાબતે અમે DEO સાહેબનું ધ્યાન દોરીશું.'

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં DEOનો રિપોર્ટ, શાળાને બચાવવા મામલો ઉંધા પાટે ચડાવવાનો પ્રયાસ?

શું હતી સમગ્ર ઘટના?

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ 21 જાન્યુઆરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાના કારણે વિદ્યાર્થિનીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, ફી માટે દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચું કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


Google NewsGoogle News