Get The App

મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો

Updated: Jan 29th, 2025

GS TEAM


Google News
Google News
મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો 1 - image


Self-Destruction Mehsana: મહેસાણાના બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો  હતો. આ વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે જાણ થતા મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને કોલેજના ટોર્ચરને કારણે ઉર્વશીએ આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો હતો.

કોલેજના વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા

બાસણા મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીએ આપઘાતને લઈને કોલેજના વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. આ મામલે કાર્યવાહી ના થાય ત્યાં સુધી હડતાલ પર રહેશે. જ્યારે વિદ્યાર્થીઓએ કોલેજના ટોર્ચર કારણે ઉર્વશીએ આપઘાત કર્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. 

મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો 2 - image


Tags :