Get The App

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું આકસ્મિક મોત, રેગિંગ કરાયાનો પરિવારનો આક્ષેપ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું આકસ્મિક મોત, રેગિંગ કરાયાનો પરિવારનો આક્ષેપ 1 - image


Medical College In Patan: પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે. જો કે, આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે.

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું આકસ્મિક મોત, રેગિંગ કરાયાનો પરિવારનો આક્ષેપ 2 - image

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના જેસડા ગામનો મેથાણીયા અનિલ પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થતા પરિવારજનો આક્ષેપ કર્યો છે કે, સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા સતત બેથી ત્રણ કલાક સુધી તેનું રેગિગ કરવામાં આવ્યું છે. જો કે, કોલેજના સત્તાધીશો દ્વારા આ અંગે પોલીસને જાણ કરીને તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજુલામાં લગ્ન પ્રસંગમાં રાસ રમતા રમતા 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમાં ગરકાવ


'આરોપી સામે કડક કાર્યવાહી કરાશે'

આ ઘટનાને લઈને મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, 'અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા જણાવા મળ્યું કે, સીનિયર વિદ્યાર્થીઓ બેથી ત્રણ કલાક સુધી મૃતક વિદ્યાર્થીને ઈન્ટ્રોડક્શન માટે ઊભો રાખતા આ ઘટના બની હતી.'

મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે કોલેજની એન્ટી રેગિંગ કમિટીના સીનિયર ડોક્ટરો દ્વારા બંધ બારણે 11 જેટલા જુનિયર અને 16 જેટલા સીનિયર વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના અંતે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આ રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થશે તો સીનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

પાટણના ધારપુરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું આકસ્મિક મોત, રેગિંગ કરાયાનો પરિવારનો આક્ષેપ 3 - image


Google NewsGoogle News