Get The App

વડોદરાની એસએસજી હોસ્પિટલના વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓની હડતાળ

Updated: Dec 28th, 2021


Google News
Google News
વડોદરાની એસએસજી હોસ્પિટલના વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓની હડતાળ 1 - image


વડોદરા, તા. 28

વડોદરામાં SSG મેડિકલ કોલેજમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓને છેલ્લા બે મહીનાથી પગાર ન મળતા 250 થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

ગુજરાતમાં ઠેર ઠેર વિરોધના સૂર જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરામાં એસએસજી મેડિકલ કોલેજમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એસ.એસ.જી મેડિકલ કોલેજના કર્મચારીઓનું કહેવું છે કે તેમને છેલ્લા બે મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો જેના કારણે વિરોધ કરી રહ્યા છે... એક સાથે 250 વધારી હંગામી કર્મચારીઓ રસ્તા પર ઉતારી આવ્યા અને એસએસજી મેડિકલ કોલેજના મેનેજમેન્ટ વિભાગ અને કોન્ટ્રાકટર ડી.જી.નાકરાણી પર પોતાનો રોષ ઠાલવ્યો.. હવે તેમની માગ છે કે તેમને જલદીથી પગાર આપી દેવામાં આવે.. અને જો પગાર નહીં મળે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરશે અને હડતાળ યથાવત રાખવામાં આવશે.

કર્મચારીઓને 2 મહિનાથી પગાર ના મળતા તેમને જીવન ગુજારવુ પણ મુશ્કેલ બન્યું છે જેથી કેટલાક પરિવારની હાલત કફોડી બની રહી છે.

Tags :
VadodaraSSG-HospitalStrikeclass-3-And-4Employees

Google News
Google News