Get The App

બાકી ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી : વધુ ત્રણ દુકાનો સીલ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
બાકી ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી : વધુ ત્રણ દુકાનો સીલ 1 - image


ગાંધીનગર કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા

રૃ. ૨૫ લાખના બાકી ભાડામાંથી ૨૧ લાખ રૃપિયા વસૂલી લેવામાં આવ્યા : આગામી દિવસમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વિવિધ એકમોના બાકી ભાડા મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરના સેક્ટર ૨૧ માં લાંબા સમયથી ભાડું નહીં ભરનાર ત્રણ જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે અને આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મહાનગરપાલિકા હસ્તકની મિલકતોના ભાડુઆતો પાસેથી ભાડુ વસૂલવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત, સેક્ટર-૨૧ ખાતે લાંબા સમયથી ભાડું ન ભરતા મિલકતોના ભાડુઆતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મહાનગરપાલિકા દ્વારા આવા ભાડુઆતોને વારંવાર નોટિસ આપવા છતાં પણ ભાડુ ભરવામાં ન આવતાં કુલ ૨૦ મિલકતો કે જેનું કુલ ભાડું રૃ. ૨૫ લાખ જેટલું બાકી હતું તેમાંથી પ્રથમ તબક્કે કુલ ૩ મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના પરિણામે બાકીના ભાડુઆતો દ્વારા તાત્કાલિક ચેક દ્વારા ભાડાની ભરપાઈ કરવામાં આવી હતી. એસ્ટેટ શાખા દ્વારા કુલ રૃ. ૨૧ લાખની વસૂલાત કરવામાં આવી છે.ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને જે ભાડુઆતો ભાડું ભરવામાં નહીં આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દુકાનદારોને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમની સાથે બેઠક કરીને કડક સૂચના પણ આપવામાં આવી હતી. તેમ છતા ભાડું ન ચુકવનાર દુકાનો સીલ કરવામાં આવી છે. આગામી ૭ દિવસમાં તમામ બાકીદારોની દુકાનો સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


Google NewsGoogle News