Get The App

આજવા સરોવરની આસપાસ લાઇટિંગનો અભાવ : રૂપિયા 55 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નંખાશે

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
આજવા સરોવરની આસપાસ લાઇટિંગનો અભાવ : રૂપિયા 55 લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નંખાશે 1 - image


Vadodara Corporation : આજવા સરોવર ખાતે સ્ટ્રીટ લાઇટ સુવિધા આપવા અંગે નિયત અંદાજ કરતા કોન્ટ્રાક્ટરનું 4.74 ટકાનું સૌથી ઓછા ભાવનું 1 ટકા મુજબ વધુનું આવેલું 53.91.575નું ભાવપત્ર મંજુરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે. વડોદરા પાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા આજવા સરોવર ખાતેથી વડોદરા શહેરમાં પાણીની સુવિધા આપવામાં આવે છે. આજવા સરોવરના ઉપરવાસમાં થતાં વરસાદ મુજબના ઓપરેશન તથા વર્ષ દરમ્યાન સરોવરના પાળા, ગેટ વિગેરે સ્થળો પર કરવામાં આવતી મેન્ટેનન્સની કામગીરી તથા રાત્રી દરમ્યાન સુપરવિઝનની કામગીરી તથા સલામતી અર્થે આજવા સરોવર ખાતે સ્ટ્રીટલાઇટની સુવિધા કરવાની જરૂરીયાત છે. આ કામગીરી કરવાની છે. પાણી પુરવઠા શાખાએ અત્રે જાણ કરેલ છે. આ અંગે અંદાજીત રકમ રૂ.53,37,825 ના કામે બે વખત ટેન્ડર મંગાવો પડ્યા હતા. જેમાં આવેલા ભાવપત્રોમાં મે. ધારા ઇલેક્ટ્રીકલ્સનું ભાવપત્ર રૂ.55,90,600 આવ્યું હતું. જે ખાતાના અંદાજીત ભાવ કરતાં 04.7 ટકા વધુનું છે.

 નિયત અંદાજિત ભાવથી સૌથી ઓછા ભાવનું ભાવપત્ર રૂપિયા 53,91,575 છે. જે ખાતાના અંદાજ કરતાં 1 ટકો વધુનું છે. આ ભાવ પત્ર મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાયું છે.


Google NewsGoogle News