Get The App

શો રૃમનો સ્ટોર મેનેજર શૂઝ, મોજા સહિત ૯.૮૮ લાખની મત્તા લઇ ફરાર

શો રૃમની રોકડ પણ મેનેજર ઇમરાનખાન ઉઠાવી જતા આખરે ફરિયાદ

Updated: Mar 6th, 2025


Google News
Google News
શો રૃમનો સ્ટોર મેનેજર શૂઝ, મોજા સહિત ૯.૮૮ લાખની મત્તા લઇ ફરાર 1 - image

ભરૃચ તા.૬ ભરૃચમાં સ્ક્રેચર્સના સ્ટોરનો મેનેજર સ્ટોરમાંથી બુટ, મોજા તેમજ રોકડ મળી કુલ રૃા.૯.૮૮ લાખની મત્તા ઉઠાવી ફરાર થઇ ગયો હતો.

વડોદરાના રહીશ સુનિલભાઈ પીલ્લઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભરૃચમાં સ્ટેશન રોડ ઉપર હરીકુંજ કોમ્પલેક્ષમાં સ્ક્રેચર્સ સ્ટોરમાં ૩ વર્ષથી સ્ટોર મેનેજર તરીકે ઇમરાનખાન શકુરખાન તથા સેલ્સમેન તરીકે ફૈઝલ મોહમ્મદ મનસુરી ફરજ બજાવતા હતાં.

ભરૃચના સ્ટોરનું ઓડિટ આવતું નહી હોવાથી શંકા ગઇ અને સેલ્સમેનને પૂછતા તેણે જણાવેલ કે તા.૨૭/૧/૨૦૨૫ની રાત્રે  દુકાન બંધ કર્યા બાદ ઇમરાન શોરૃમ પર આવ્યો જ નથી. બાદમાં મેં ભરૃચના સ્ટોરની મુલાકાત લઇ સ્ટોકની ગણતરી કરતાં રોકડ મળી ન હતી. જ્યારે તા.૩૦/૧/૨૦૨૫ ના રોજ ઓડિટ સીટ તૈયાર કરી તપાસ કરતા શોરૃમમાંથી ૧૧૨ નંગ સ્ક્રેચર્સના શૂઝ, ૧૧૬ નંગ મોજા તથા વેચાણની રોકડ રૃા.૭૪૯૧૯ મળી કુલ રૃા.૯.૮૨ લાખની મત્તા સ્ટોર મેનેજર ઉઠાવી ગયો હોવાનું બહાર આવ્યું  હતું. ઉપરોક્ત ફરિયાદ બાદ પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.



Tags :
storemanagertheftshoescash

Google News
Google News