સિંચાઇ માટે 800 ક્યુસેક સિવાય ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું બંધ

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
સિંચાઇ માટે 800 ક્યુસેક સિવાય ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું બંધ 1 - image


        સુરત

ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ થવાની સાથે જ પાણીની આવક ઘટીને ૧૮ હજાર કયુસેક થતા સતાધીશોએ ચાર હાઇડ્રો પણ બંધ કરી હવે સિંચાઇ માટે ૮૦૦ કયુસેક પાણી કેનાલ વાટે છોડીને ડેમ ભરવાની શરૃઆત કરતા હવે ભયજનક લેવલથી સપાટી અડધો ફુટ દૂર રહી છે.

ઇન્ફ્લો ઘટીને 18 હજાર ક્યુસેક થતા ચાર હાઇડ્રો પણ બંધ કરીને ડેમ ભરવાનું શરૃ : સપાટી 344.46 ફુટ

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ બંધ થવાની સાથે જ હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું બંધ કરી દેવાયુ છે. આથી ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી ગઇ છે. આજે દિવસના ૧૮ હજાર કયુસેક ઇનફલો આવ્યો હતો. જેની સામે ૮૦૦ કયુસેક જ સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડીને ખેતીપાક માટે પાણી આપવાનું ચાલુ રાખ્યુ છે. આમ ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ બંધ થવાની સતાધીશો હવે જે પાણી આવે તે સંગ્રહ કરવાનું ચાલુ કરતા તમામ ચાર હાઇડ્રો પણ બંધ કરી દેવાયા છે.

મોડી સાંજે છ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૪૪.૪૬ ફુટ નોંધાઇ હતી. અને ૧૮ હજાર ઇનફલોની સામે ૮૦૦ કયુસેક પાણી છોડાઇ રહ્યુ હતુ. ઉકાઇ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટ થી હવે સપાટી અડધો ફુટ જ દૂર રહી છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાઇ રહ્યુ છતા સુરત સ્થિત તાપી નદીમાં હજુ પણ ૩૦ હજાર કયુસેક પાણીનો આવરો આવી રહ્યો છે. કોઝવેની સપાટી ભયજનક લેવલ ૬ મીટરથી ઉપર ૬.૨૭ મીટર નોંધાઇ હતી.

ભૂતકાળમાં વરસાદની વિદાયની જાહેરાત બાદ પણ વરસાદ પડયો   છે

ઉકાઇ ડેમમાં ગત વર્ષોમાં વરસાદની વિદાયની સતાવાર જાહેરાત થયા પછી પણ ઉકાઇ ડેમ કેચમેન્ટમાં વરસાદ થતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવુ પડયુ હતુ. આથી આ વર્ષે પણ સતાધીશો કેચમેન્ટમાં વરસાદ પર સતત નજર રાખી રહ્યા છે. 


Google NewsGoogle News