Get The App

મુળીમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદના મનદુઃખમાં પથ્થરમારો

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
મુળીમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદના મનદુઃખમાં પથ્થરમારો 1 - image


- ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

- દરવાજો મુકવા ગયેલા જમીન માલિક સહિતના શખ્સો પર હુમલો, એકને ઇજા

સુરેન્દ્રનગર : મુળીમાં લેન્ડગ્રેબીંગ અંગેની ફરીયાદ કરવાના મનદુખ બાબતે મુળ માલિક પોતાની જગ્યા પર દરવાજો મુકવા જતાં રોષે ભરાયેલા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ મામલે કુલ ૪ શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મુળી દરબાર વિસ્તારમાં રહેતા કરણસિંહ નિર્મળસિંહ પરમારની માલિકીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરનાર શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે જમીનમાં અવરજવર કરવા માટે દરવાજો મુકવા ગયેલા કરણસિંહ પરમાર તેમજ અન્ય વ્યક્તિઓ પર ગેરકાયદેસર દબાણ કરનાર શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં વનરાજભાઇને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી આ મામલે જમીનના માલિક કરણસિંહ દ્વારા પથ્થરમારો કરનાર લખમણભાઇ ચતુરભાઇ કોળી, ઘનશ્યામભાઇ ચતુરભાઇ કોળી, જયેશભાઇ ઘનશ્યામભાઇ કોળી અને ચંદુભાઇ ચતુરભાઇ કોળી વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.


Google NewsGoogle News