Get The App

કચ્છના નખત્રાણા બાદ હવે માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો, તોફાનીઓ ફરાર, પોલીસ કાફલો ખડકાયો

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
કચ્છના નખત્રાણા બાદ હવે માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો, તોફાનીઓ ફરાર, પોલીસ કાફલો ખડકાયો 1 - image


Stone Pelting At Ganesh Pandal In Mandvi Port : રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પથ્થરમારાની ઘટના વધી રહી છે, ત્યારે કચ્છના નખત્રામાં ગઈકાલે (10 સપ્ટેમ્બર) ગણેશ પંડાલ પર પથ્થરમારો થયા બાદ આજે (11 સપ્ટેમ્બર) માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો થયો છે. આ પહેલા સુરત, વડોદરા, ભરૂચમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી.

પથ્થરમારામાં વાહનોને પણ નુકસાન

મળતા અહેવાલો મુજબ કચ્છના માંડવી પોર્ટમાં બિરાજમાન કરાયેલા ગણેશજીના દર્શન કરવા ભક્તો આવ્યા હતા. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો આવી ચઢ્યા હતા અને ભક્તો પર પથ્થમારો કરવાનો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાના કારણે કેટલાક વાહનને પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ ઘટનાની જાણ થતાં અહીં પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે.

આ પણ વાંચો : કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી, 8 લોકોની અટકાયત

નખત્રાણાની ઘટનામાં સગીરોનો ઉપયોગ

ઉલ્લેખનીય છે કે, કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગઈકાલે ગણેશ મંડપ પર પથ્થમારો થયો હતો, જેમાં પોલીસે ચાર સગીરો સહિત આઠ લોકોની અટકાય કરી હતી. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દરમિયાન એવા પણ અહેવાલ મળ્યા હતા કે, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નખત્રાણાની ઘટના અંગે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે ખાતરી આપી છે.

આ પણ વાંચો : પાટણમાં વધુ એક મોટી ઘટના, ST બસ સાથે ધડાકાભેર અથડાઈ બાઈક, મહિલા સહિત 3ના મોત


Google NewsGoogle News