10 વર્ષ પહેલાં શાળામાંથી ચોરેલું ટીવી યાદગીરી માટે સાચવી રાખ્યું! પોલીસ પણ આશ્વર્યમાં પડી ગઈ
Representative Image |
Porbandar News : પોરબંદર નજીકના કુતિયાણા તાલુકાના બિલડી ગામની સીમશાળામાંથી 10 વર્ષ પહેલાં એક ટીવી ચોરાયું હતું. પોલીસે આ ગુનાનો ભેદ હવે ઉકેલીને બે આરોપીને પકડી પાડયા છે અને બંધ જેવી હાલતનું આ ટીવી તસ્કરોએ પોતાની યાદગીરીના ભાગરૂપે એમ જ સાચવી રાખ્યું હોવાનું પણ ખુલ્યું છે.
બે તસ્કરે ટીવીને બંધ હાલતમાં પણ એક દાયકો યથાવત સ્થિતિમાં રાખ્યું, પોલીસને પણ આશ્વર્ય
એલ.સી.બી.ના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા તથા સ્ટાફ કુતીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૃ તથા કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને બાતમી મળી હતી કે, દસેક વર્ષ પહેલા બિલડી ગામ પ્રાથમિક શાળામાંથી જે એલ.સી.ડી. 10 વર્ષ પહેલાં ટી.વી.ની ચોરી થઈ હતી એ ટી.વી. વડાળા ગામે રહેતા રાહુલ રતાભાઇ ભારાઇએ ચોર્યું હતુ અને આ ટી.વી. હાલ પોતાના મકાને રાખેલું છે.
ભારે કરી..!! પાર્ક કરેલી ટ્રકમાંથી લાખોનો સામાન બીજા ટ્રકમાં આવેલા ચોરો ઉઠાવી ગયા
પોલીસે વડાળા ગામ બિલીધારનેશમાં તેના રહેણાંક મકાને જઇ પૂછપરછ કરી તો તેણે પોતે તથા પોતાના ફઇના દીકરા સંજય રાધવભાઇ બઢે શાળામાંથી એક ટી.વી. ચોર્યાનું અને હાલમાં આ ટી.વી. પોતાના મકાનમાં રાખ્યું હોવાનું કબૂલતાં પોલીસે રૂમમાંથી સેમસંગ કંપનીનું કાળા કલરનું 40 ઇંચનું જૂનું- બંધ હાલતનું ટી.વી. કબજે કર્યું છે તથા રાહુલ અને સંજય બંનેને કુતીયાણા પોલીસ સ્ટેશને સોંપી દીધા છે.