તૂટેલી નંબર પ્લેટ લઇ ફરતા બે મિત્રો પાસેથી ચોરી કરેલી મોટર સાઇકલ મળી
ક્રાઇમ બ્રાન્ચની ટીમે તૂટેલી નંબર પ્લેટ જોઇ બંનેની પૂછપરછ કરતાં તેમના નામ નકલુ મયૂરભાઇ વાઘેલા(મહીસાગર સોસાયટી,ગોત્રી) અને આકાશ અજયભાઇ ભાલીયા(ભાલીયા મહોલ્લો,મુજમહુડા) હોવાનું ખૂલ્યું હતું.
પૂછપરછ દરમિયાન ૧૯ વર્ષના બંને મિત્રોએ દોઢ મહિના પહેલાં અટલાદરાના વડ ગાર્ડન પાસેથી મોટરસાઇકલ ચોરી હોવાની કબૂલાત કરી હતી.