Get The App

સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મક્કાઈપુલથી દયાળજી બાગમાં સ્થળાંતર કરવામાં આવી

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મક્કાઈપુલથી દયાળજી બાગમાં સ્થળાંતર કરવામાં આવી 1 - image


Surat Metro Project : સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ ધીમી કામગીરીના પગલે સુરતની ભૌગોલિક સુરત બદલાઈ રહી છે અનેક સ્થળો સાથે પ્રતિમા પણ ગાયબ થઈ રહી છે. હાલમાં મેટ્રોની કામગીરીમાં મક્કાઈપુલ ખાતેની સ્વામી વિવેકાનંદની પ્રતિમા નડતરરૂપ હોવાથી આ સર્કલ દુર કરવા સાથે સ્વામી વિવેકાનંદની પ્રતિમા આજે ખસેડવામાં આવી હતી. આ પ્રતિમા હવે દયાળજી બાગની શોભા વધારશે.

સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મક્કાઈપુલથી દયાળજી બાગમાં સ્થળાંતર કરવામાં આવી 2 - image સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે મેટ્રોની કામગીરી બે ફેઝમાં ચાલી રહી છે. જેમાં સરથાણાથી ડ્રીમ સીઠઈનો રૂટમાં એલીવેટેડ તથા અન્ડરગ્રાઉન્ડ મેટ્રો માટે કામગીરી ચાલી રહી છે. જેમાં ભેસાણ રૂટ એલીવેટેડ હશે. આ રૂટમાં ચોક બજાર જૂની સિવિલ હોસ્પિટલથી મેટ્રો એલીવેટેડ બની રહ્યો છે. જેના કારણે નાનપુરા, માછીવાડ મક્કાઈપુલ, સ્વામી વિવેકાનંદ સર્કલ પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં સ્વામી વિવેકાનંદ સર્કલ કામગીરીમાં નડતરરૂપ છે તેને હાલ તોડવાની કામગીરી ચાલી રહી છે.

સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મક્કાઈપુલથી દયાળજી બાગમાં સ્થળાંતર કરવામાં આવી 3 - image

 વર્ષોથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુરતની ઓળખ બની ગઈ હતી, પરંતુ હાલ મેટ્રોની કામગીરીને પગલે આ પ્રતિમાને દુર કરવામાં આવી છે. આજે સવારે સ્વામી વિવેકાનંદની પ્રતિમા મક્કાઈપુલ સર્કલ ખાતેથી હટાવવામાં આવી હતી અને તાપી નદી કિનારે આવેલા દયાળજી બાગ ખાતે પ્રતિમા મૂકવામાં આવી રહી છે. હવે આ પ્રતિમા દયાળજી બાગની શોભામાં વધારો કરશે. 


Google NewsGoogle News