મોંઘવારીએ ઘટાડી રાવણના પૂતળાની ઉંચાઈ, વડોદરામાં દશેરાની તડામાર તૈયારી
Dashera Celebration At Vadodara : વડોદરામાં નવરાત્રિના 9 દિવસ માતાની આરાધના બાદ દશેરાની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેની તડામાર તૈયારીઓ કરી દેવાઈ છે. રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના મહાકાય પૂતળા બનાવવાનું કામ અંતિમ તબક્કામાં છે. ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ દ્વારા છેલ્લા 42 વર્ષથી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે.
રાણવનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળુ
વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં દર વર્ષે દશેરામાં રાવણ દહન અને રામલીલાનો કાર્યક્રમ યોજાય છે. રાવણ, મેઘદૂત અને કુંભકર્ણના પૂળતા બનાવવા એક મહિનાનો સમય લાગે છે. જેમાં 22 જેટલા કારીગરો દ્વારા લાકડી, કપડાઓ, વાંસ, દોરડા, કાગડ સહિતનો ઉપયોગ કરીને રાવણ, કુંભકર્ણ અને મેઘદૂતના પૂતળા બનાવવામાં આવે છે.
જેમાં રાવણનું 50 ફૂટ, મેઘદૂત અને કુંભકર્ણનું 40 ફૂટનું પૂતળુ તૈયાર કરવામાં આવે છે. શહેરમાં દર વર્ષે વિજયાદશમીના તહેવારની ઉજવણીમાં રાવણના દહનના કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો આવે છે.
આ પણ વાંચો : નવરાત્રિમાં 1,100 અખંડ દીવાથી માતાની આરાધના, વડોદરામાં આવેલા એક મંદિરની અનોખી પરંપરા
મહત્વનું છે કે, ગયા વર્ષ કરતા આ વર્ષે બનાવાયેલા પૂતળાની ઉંચાઈ ઓછી જોવા મળશે. ગયા વર્ષે રાવણનું 51 ફૂટનું પૂતળુ બનાવાયું હતું અને દારોગોળાનો પણ ભારે ઉપયોગ કરાયો હતો. પરંતુ આ વખતે રાવણની ઉંચાઈ ગત વર્ષ કરતા નાની રખાઈ હોવાની માહિતી મળી છે. સાથે જ ગયા વર્ષે પૂતળા બનાવવા માટે 30 કારીગરોનો ઉપયોગ કરાયો હતો, જ્યારે આ વર્ષે 22 કારીગરો આ કામમાં જોડાયા છે.