Get The App

નકલીની ભરમારઃ મોરબીમાંથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલનો થયો પર્દાફાશ, 23 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
નકલીની ભરમારઃ મોરબીમાંથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલનો થયો પર્દાફાશ, 23 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા 1 - image
Image: Freepik

Morbi News: ગુજરાતમાં હવે અસલી શું અને નકલી શું એ એક ચકાસણીનો વિષય બની રહ્યો છે. આખુય રાજ્ય જાણે નકલીનું ઠેકાણું બની ગયું છે. નકલી ખાદ્ય વસ્તુથી માંડી નકલી અધિકારી અને નકલી ન્યાયાધીશ સુધી ગુજરાતમાં મળી રહે છે. આટલા બધાં નકલીની વચ્ચે મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જીન ઓઇલનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લામાં કંપનીના નામે ડુપ્લીકેટ ઓઇલનું પેકેજિંગ કરીને વેચાતું હોવાનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચોઃ રેલવેના બોગસ સીઝન પાસના ગુનામાં પાલઘરના આરોપીને બે વર્ષની કેદ

બે આરોપી પકડાયા

મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડી ડુપ્લીકેટ એન્જીન ઓઇલ પેકિંગ અને વેચાણ કરનાર બે શખસને ઝડપી પાડ્યા છે. જેની ઓળખ મેહુલ ઠત્કર અને અરૂણ કુંડારિયા તરીકે થઈ છે. બંને આરોપી પાસેથી 23.17 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીને SMC દ્વારા ટંકારા પોલીસ મથકને સોંપી દેવાયા છે.

આ પણ વાંચોઃ વડોદરામાંથી પાવીજેતપુર વિસ્તારમાંથી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

અસલી કંપનીના નામે વેચતા હતાં ડુપ્લીકેટ ઓઇલ

લજાઈ ગામમાં આવેલી મારુતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યા હતાં. જેમાં મેક લુબ્રિકન્ટ, સર્વો સુપર, ગલ્ફ સીએનજી અને હીરો જેન્યુન કંપનીના નામે ડુપ્લીકેટ એન્જીન ઓઇલ ભરી વેચાણ કરાવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં સ્થળ પરથી SMC ટીમે 17 લાખથી વધુની કિંમતનું 21,488 લિટર ડુપ્લીકેટ એન્જીન ઓઇલ, 25 હજાર રૂપિયાના બે મોબાઇલ, 5 લાખ રૂપિયાનું એક વાહન, 5200 રોકડા તેમજ 3 નંગ MRP પ્રિન્ટ મશીન, મોટર, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, સિલીંગ મશીન, ઓઇલ ભરવાનું મશીન, બોટલ સિલીંગ મશીન અને બેરલ મળીને કુલ 67,800 સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 


Google NewsGoogle News