મોડાસામાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્રની જાહેરમાં ગુંડાગર્દી, યુવકને માર્યો ઢોર માર
Modasa News: અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના મંત્રી પુત્રોની ધોળેદહાડે ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. અંગત અદાવતમાં એક યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે મામલે હજુ સુધી કોઇ પોલીસ કાર્યવાહી થઇ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો. આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારબાદ આ ઘટાનાની અંગત અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહ પરમારના પુત્રોએ રૌફ જમાવવાનાં ચક્કરમાં કાયદો વ્યવસ્થાનો ભંગ કરી પૌત્રને માર મારનાર યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. યુવકને મોડાસાથી શોધી કાઢીને માર માર્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક્ટિવા પર સવાર યુવકને પકડીને માર મારવામાં આવતો હોવાનું દેખાઇ રહ્યું છે. આ યુવક ચાલી ચલાવીને ગુજરાન ચલાવે છે.
મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમારે અને બીજેપી યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલે મળી યુવક માર માર્યો હોવાનો ચર્ચા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મંત્રીના પુત્રો રૌફ જમાવવા માટે આ પ્રકારે ખુલ્લેઆમ મારામારી કરી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ શું કાર્યવાહી છે તે જોવાનું રહ્યું.