આજે જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થશે, રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન
ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
Republic day 2024 : આજે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી થશે. રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન થશે. ત્યારબાદ રાજ્યપાલ સુરક્ષા જવાનો પરેડનું નિરિક્ષણ કરશે. ધ્વજવંદન બાદ જવાનો દ્વારા બાઈક સ્ટંટ, અશ્વ તેમજ શ્વાન દળનો શો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. દેશભક્તિસભર વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. જૂનાગગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.
75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/yUydsRhajD
— CMO Gujarat (@CMOGuj) January 26, 2024
વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankar Chaudhary) ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ખાતે તેમજ રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેક્ટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, બનાસકાંઠા, જામનગર, તાપી, છોટા ઉદેપુર, ખેડા, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, ભાવનગર, મહેસાણા અને અરવલ્લી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.
ગઈકાલે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો
26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જુનાગઢ (Junagadh) જિલ્લામાં થશે. પ્રજાસત્તાક પર્વે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvrat), મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. અગાઉ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકાર નર્મદાના પ્રોજેક્ટને મંજૂર કરે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વના રાજયકક્ષાના સમારોહની ઉજવણી પૂર્વ સંધ્યાએ યુનિવર્સિટિ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ગિરનાર પર્વત પર પાણીની જે સમસ્યા છે તેનાં નિરાકરણ માટે અધિકારીઓએ નર્મદાના પ્રોજેક્ટ માટે 25 કરોડનો ખર્ચ થાય તેમ હોવાનું જણાવતાં રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને મંજૂર કરે છે. આ ઉપરાતં લીલી પરિક્રમાના રૂટ પર પાણી અને રસ્તા સહિતની બાબતની કાયમી વ્યવસ્થા કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે
કેબિનેટ મંત્રીઓ
• કનુભાઈ દેસાઈ – નવસારી
• ઋષિકેશભાઈ પટેલ – પાટણ
• રાઘવજીભાઈ પટેલ – રાજકોટ
• બળવંતસિંહ રાજપૂત – અમદાવાદ
• કુંવરજીભાઈ બાવળિયા – બોટાદ
• મુળુભાઈ બેરા – દેવભૂમિ દ્વારકા
• કુબેરભાઈ ડીંડોર – દાહોદ
• ભાનુબેન બાબરિયા – સુરેન્દ્રનગર
રાજ્યકક્ષાના મંત્રીઓ
• હર્ષ સંઘવી – સુરત
• જગદીશ વિશ્વકર્મા – કચ્છ
• પરશોત્તમભાઈ સોલંકી – અમરેલી
• બચુભાઈ ખાબડ – મહીસાગર
• મુકેશભાઈ પટેલ – વલસાડ
• પ્રફુલ પાનશેરીયા – મોરબી
• ભીખુસિંહજી પરમાર – નર્મદા
• કુંવરજીભાઈ હળપતિ – ડાંગ