વડોદરા કોર્પોરેશનના અંદાજપત્રમાથી 50 કરોડના સફાઈ વેરો સ્થાયી સમિતિએ ફગાવ્યો: વિકાસના કામો માટે લોન લેવાશે અને બોન્ડ બહાર પડશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નું વર્ષ 2025 26 નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રીવાઈઝડ અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું જેમાં રૂપિયા 50 કરોડ નો સફાઈ વેરો વધારવા સૂચન કર્યું હતું તેને સ્થાયી સમિતિએ ફગાવી દીધું છે જ્યારે વિકાસના કામો માટે બોન્ડ અને લોન લેવામાં આવશે તેવું નિર્ણય આજે સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે. જ્યારે કુલ રૂપિયા 6,219.81 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણાએ તાજેતરમાં સ્થાયી સમિતિમાં અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને સુપ્રત કર્યું હતું. એ બાદ પાંચ દિવસ સુધી સ્થાયી સમિતિએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી અને આજે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર રજૂ કરેલા અંદાજપત્રમાં આ વર્ષે રૂપિયા 6200.56 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું.તેમાં વધારો કરી રૂપિયા 6,219.81 કરોડનું અંદાજ પત્ર મંજૂર કર્યું છે.જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડ નું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવક નો લક્ષણ 740 કરોડ મૂકવામાં આવ્યો છે.
પાણીના નવા સ્ત્રોત ઊભા કરો ટીંબી તળાવ સહિત અન્ય તળાવમાંથી પાણી મળે તેવા પ્રયત્નો થશે. ચૂંટણીલક્ષી બજેટ હોવાથી વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે પરંતુ તેની સાથે સાથે રૂપિયા 50 કરોડનો સફાઈવેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું તે ભાઈ સમિતિએ આજે ફગાવી દીધા હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના રિવાઇઝ અંદાજપત્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે રૂ.60013 ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે, ગત વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 1700 કરોડના વિકાસના કામો રજૂ કર્યા હતા જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા રહ્યા છે જ્યારે કેટલાક કામો તો માત્ર કાગળ પર ઘોડા દોડાવ્યા સમાન જ રહ્યા છે અને તે કામો શરૂ થઈ શક્યા જ નથી ત્યારે આ વર્ષે ફરી એકવાર 1800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધા ને લગતા કામોનો સમાવેશ થાય છે.
વડોદરા કોર્પોરેશનએ કેન્દ્ર/રાજ્ય સરકાર પ્રયોજીત જુદી જુદી યોજનાઓમાં આવનાર વર્ષોમાં રૂ. ૭૫૦ કરોડ જેટલી રકમ તબક્કાવાર રીતે મહાનગરપાલિકાના ફાળા તરીકે આપવાના રહે છે. આ ઉપરાંત સ્વભંડોળથી મોટા કેપીટલ પ્રોજેક્ટ્સ કરવાના પ્રસંગે રકમ ઉગવવાની જરૂરીયાત ઉભી થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા હજુ પણ જે મહાનગરપાલિકાઓ બોન્ડ થકી અમૃત યોજના અંતર્ગત આપવાપાત્ર ફાળાની રકમ ઉગવશે તેમને incentive સ્વરૂપે રૂ. ૧૦ કરોડ (મહત્તમ ૨૦ કરોડ) પ્રતિ ૧૦૦ કરોડના સબસ્ક્રીપસન પર આપવામાં આવે છે. જેથી ભવિષ્યમાં જ્યારે પણ કેન્દ્ર/રાજ્ય સરકારની કોઈપણ યોજનામાં મહાનગરપાલિકાનો ફાળો આપવા માટે કે, સ્વભંડોળથી કેપીટલ કામો કરવા માટે જરૂરીયાતના પ્રસંગે આ રકમ કોઈ પણ કેટેગરીના મ્યુનિસિપલ બોન્ડ (પ્રાઈવેટ કે પબ્લિક) બહાર પાડી અથવા લોન મેળવી રૂ. ૫૦૦ કરોડની મર્યાદામાં ઉગવવા અંગેની મંજુરી આપવા તેમજ આ અંગેની જરૂરી તમામ કાર્યવાહી, કરારો કરવા, એજંસીઓની નિમણૂક કરવા, તેમના ચુકવણા કરવા માટેની સંપૂર્ણ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા ભલામણ કરી છે.
આ ઉપરાંત બી.એસ.યુ.પી. ફેઝ- ૩ (પાર્ટ), ૪ અને ૫ લાભાર્થીઓની લોન તેમના વતી હુડકો, બેંક અથવા તો નાણાકીય સંસ્થા પાસે ઉપર જણાવેલ મર્યાદામાં લોન લેવા, અને કોઇ કારણસર લોન ન મળે તો બી.એસ.યુ.પી. ફેઝ-૧ અને ૨ ના લાભાર્થી લોન ફાળાની રકમ જે રીતે આંતરિક ભંડોળમાંથી વ્યવસ્થા કરેલી હતી તે રીતે બાકીની રકમની વ્યવસ્થા કરવા અંગેની અગાઉ સામાન્ય સભા દ્વારા મંજુરી તથા તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલ છે તેને આવનાર વર્ષે માટે યથાવત રાખવા ભલામણ કરી છે.
હવે ભારતમાં મ્યુનિસિપલ બોન્ડનો વ્યાપ વધી રહેલ છે તો તેના અનુસંધાને સંસ્થાએ Master Bond Resolution I સાથે સાથે Debt Management Policy અપનાવવા સંસ્થા માટે Good Governance તેમજ પારદર્શી વહીવટના સિદ્ધાંતોને સાર્થક કરશે.જેથી આ અંગેની દરખાસ્ત આગામી સમયમાં સામાન્ય સભાની મંજૂરી અર્થે સ્થાયી સમિતિ થકી મૂકવાની રહેશે.