આરોગ્ય વિભાગની ખાલી રહેલી 1903 જગ્યા માટે સ્ટાફ નર્સની પરીક્ષા બે ભાગમાં તા.9મી લેવાશે
Nurse Recruitment : આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની કુલ ખાલી 1903 જગ્યાઓ સીધી ભરતીથી સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા.9 ફેબ્રુઆરીએ બે ભાગમાં લેવાશે આ અંગેના પ્રવેશપત્ર આવતીકાલ તા.1, ફેબ્રુ.એ બપોરથી તા.9 ફેબ્રુ. સવાર સુધી રહેશે.
ઉલ્લેખનીય છે કે સ્ટાફ નર્સ વર્ગ ત્રણની સીધી ભરતી અંગે પરીક્ષા બાબતે કમિશનર (આરોગ્ય)ની કચેરી એથી જણાવાયું છે કે, સ્ટાફ નર્સ વર્ગ 3ની ખાલી રહેલી કુલ 1903 જગ્યાઓ સીધી ભરતીથી સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરવા માટે ઓનલાઈન વેબસાઈટ દ્વારા અરજીઓ મેળવવામાં આવી હતી. જે અંગે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા તા.9, ફેબ્રુ. રવિવારે સવારે 10:30થી 12:30 અને બપોરે 2 વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં જુદા-જુદા સાત શહેરોના પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. આ અંગે પ્રવેશપત્ર આગામી તા.1, ફેબ્રુ. સોમવારથી તા. 9 સુધી મેળવી શકાશે.