Get The App

એસટી નિગમને એડવાન્સ બુકિંગથી જ રૂપિયા 10 કરોડથી વધુની કમાણી, એક્સ્ટ્રા બસોને નામે 1.25 ગણું ભાડું વસુલાશે

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
એસટી નિગમને એડવાન્સ બુકિંગથી જ રૂપિયા 10 કરોડથી વધુની કમાણી, એક્સ્ટ્રા બસોને નામે 1.25 ગણું ભાડું વસુલાશે 1 - image


Bus advance booking: દિવાળીના તહેવારો જેમ-જેમ નજીક આવી રહ્યા છે તેમ ટ્રેનોમાં વેઇટિંગ, એરફેર આસમાને જઇ રહ્યું છે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની 150 જેટલી બસમાં અત્યારથી  હાઉસફૂલ થઇ ગઇ છે. કેટલીક બસ માટે તો ટ્રેનની જેમ કેટલું ‘વેઇટિંગ’ છે તે પણ મૂકવાની સ્થિતિ સર્જાઇ છે. 

એસટી નિગમને દિવાળી અગાઉ એડવાન્સ બુકિંગથી જ રૂપિયા 10 કરોડથી વધુની આવક 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી ખાસ કરીને રાજકોટ, જુનાગઢ, દ્વારકા, જામનગર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ જતી એસટી બસ માટે સૌથી વધુ ધસારો છે. શનિવારથી સ્કૂલ-કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થાય છે અને ત્યારથી જ મોટાભાગની બસ પેક છે અથવા તો તેમને ખૂબ જ મર્યાદિત સીટના વિકલ્પ મળે છે. વિશેષ કરીને દિવાળીના અગાઉના દિવસે એટલે કે બુધવારે અમદાવાદના ગીતા મંદિરથી જુનાગઢ સુધીની કુલ 59માંથી 30 જેટલી બસ અત્યારથી જ હાઉસફૂલ છે.

દિવાળીમાં એસટી દ્વારા 8340 એક્સ્ટ્રા બસ દોડાવવાની જાહેરાત કરાઇ છે.જેમાં  માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ- મઘ્ય ગુજરાત માંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090  બસોની એક્સ્ટ્રા ટ્રીપનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવાર અગાઉ એડવાન્સ બુકિંગથી જ એસટીને રૂપિયા 10 કરોડથી વધુની આવક થઇ ગઇ છે. 

એક્સ્ટ્રા બસોને નામે 1.25 ગણું ભાડું વસુલાશે

આગામી તહેવારોને ઘ્યાનમાં લઈને 8340 વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના અંગે કોંગ્રેસે કહ્યું છે કે, ‘દરેક શહેરોમાં એકસ્ટ્રા બસોમાં અવર-જવર કરનારા મુસાફરો પાસેથી 25 થી 45 રૂપિયા જેવો ભાડા વધારો ઠોકી બેસાડવામાં આવ્યો છે. આ એકસ્ટ્રા બસોમાં ખાનગી બસોની જેમ એસ.ટી તંત્ર દ્વારા પણ મુસાફરો પાસેથી ગરજનો ભાવ હોય એ પ્રકારે ઉઘાડી લુંટ ચલાવવામાં આવશે તે વાજબી નથી. 


Google NewsGoogle News