Get The App

સુરતમાં આયોજીત વડાપ્રધાન મોદીની સભામાં મેદની ભેગી કરવા ST બસો મફતમાં દોડશે

Updated: Mar 1st, 2025


Google NewsGoogle News
સુરતમાં આયોજીત વડાપ્રધાન મોદીની સભામાં મેદની ભેગી કરવા ST બસો મફતમાં દોડશે 1 - image


આગામી તા. 7ના સુરતનાં કાર્યક્રમ માટે 1350 ST બસોની ફાળવણી : રાજકોટથી 435 કિ.મી.નું અંતર કાપી બે દિવસ સુધી 50- 50 ST બસો સુરત પહોંચશે : અનેક રૂટ કેન્સલ થતાં મુસાફરો કલાકો સુધી તડકે શેકાશે

 રાજકોટ,  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સુરતના તા. 7 માર્ચનાં કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે રાજયનાં જુદા જદા એસટી ડિવિઝનમાંથી ૧૩૫૦ એસટી બસો ભાડે કરવામાં આવી છે. આ એસટી બસો મારફતે મફતમાં સુરતની મુસાફરી લોકોને કરાવવામાં આવશે 1350 એસટી બસ ભાડે કરવાનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે. રાજકોટ એસટી ડિવિઝની 100 એસટી બસો અહી રાજકોટથી સુરત મોકલવામાં આવનાર હોવાથી તા. 6 અને બે દિવસ સુધી લગ્નપ્રસંગોમાં જવા ઈચ્છુક સામાન્ય પ્રજાજનોને એસટી બસ પકડવા માટે કલાકો સુધી એસટી બસ ડેપોમાં રોકાવવું પડશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ સરકારી કાર્યક્રમોનાં નામે જાહેર સંમેલનો યોજીને સરકારી ખર્ચે એસટી બસમં ભાડે કરી લોકોને ભાગે કરતા રહ્યાં છે. ગામેગામ તલાટી મંત્રી અને સિક્ષકોને  એસટી બસમાં સાથે મોકલી સરકારી મશીનરીનો દુરૂપયોગ કરતા રહ્યાની ફરિયાદો રહી છે. આ સિલસિલો છેલ્લા દો દાયકાથી યથાવત રહ્યો હોવાનું જણાવી એસટી તંત્ર સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે લગ્નસરાની સીઝ ચાલુ છે. ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે. રાજકોટથી સુરત અંદાજે ૪૩૬ કિ.મી.નું અંતર છે. સુરતમાં તા. 7 માર્ચનાં વડાપ્રધાન મોદીની જાહેરસભામાં મેદની ભેગી કરવા માટે એસટી તંત્રે રાજયમાં અંદાજે 2,000 રૂટ કેન્સલ કરીને વડાપ્રધાનનો કાર્યક્રમ માટે 1350 STબસો ફાળવી છે. રાજકોટથી તા. 6 અને તા. 7નાં બે દિવસ 50- 50 S.T. બસો સુરત જશે. સૌરષ્ટ્રમાં જે એસટી બસો રવાના થશે તે તા. 6 અને તા.7નાં એંગેજ થઈ જશે. માટે સ્થાનિક મુસાફરોને કલાકો સુધી એસટી ડેપોમાં બસની રાહ જોવી પડસે. 


Google NewsGoogle News