મહાકુંભ માટે વડોદરાથી એસટીની વોલ્વો બસ સર્વિસ તા.4 ફેબુ્રઆરીથી
વડોદરાઃ પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળવા માટે ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને હવે અમદાવાદની જેમ સુરત, રાજકોટ અને વડોદરાથી પણ વોલ્વો બસ સેવા શરુ કરવાની જાહેરાત કરી છે.
એસટી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે તા.૪ ફેબુ્રઆરીથી એક વોલ્વો બસ વડોદરાથી પ્રયાગરાજ જશે.વડોદરાથી ઉપડનારી બસ માટે ૮૨૦૦ રુપિયાનું પ્રતિ વ્યક્તિ પેકજ રહેશે.
આ બસ સવારે ૬ વાગ્યે વડોદરા એસટી ડેપોથી ઉપડશે અને વાયા ઉદેપુર અને કોટા થઈને શિવપુરી ખાતે રાત્રી રોકાણ ંકરશે.બીજા દિવસે સવારે શિવપુરીથી વોલ્વો બસ રવાના થઈને સાંજે ૬ વાગ્યે પ્રયાગરાજ ખાતે પહોંચશે.ત્રીજા દિવસે ભાવિકો પ્રયાગરાજ ખાતે સ્નાન કરી શકશે અને ત્રીજા દિવસે બપોરે એક વાગ્યે આ બસ ફરી મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રાત્રે ૧૨ વાગ્યે પહોંચશે.જ્યાં યાત્રિકો રાત્રિ રોકાણ કરશે.
ચોથા દિવસે સવારે ૬ વાગ્યે શિવપુરથી બસ વડોદરા પરત ફરવા પ્રસ્થાન કરશે અને રાત્રે નવ વાગ્યે ભાવિકોને વડોદરા પહોંચાડશે.પ્રયાગરાજમાં ભાવિકોએ રોકાવાની વ્યવસ્થા પોતાની જાતે કરવાની રહેશે.
એસટીનું કહેવું છે કે, મહાકુંભમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોવાથી ઉપરોક્ત સમય અને સુવિધામાં પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર પણ થઈ શકે છે.૪ ફેબુ્રઆરીથી શરુ થનારી વોલ્વો બસ સેવા માટે ભાવિકો એસટીની સત્તાવાર વેબસાઈટ પરથી બૂકિંગ કરી શકે છે.