Get The App

જામજોધપુરના બાવરીદડ ગામ નજીક રસ્તે બેઠેલી બે ભેંસોને એસ.ટી બસના ચાલકે ઠોકરે ચડાવી, ડ્રાઈવર સામે ફરિયાદ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
જામજોધપુરના બાવરીદડ ગામ નજીક રસ્તે બેઠેલી બે ભેંસોને એસ.ટી બસના ચાલકે ઠોકરે ચડાવી, ડ્રાઈવર સામે ફરિયાદ 1 - image

image : Freepik

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એસ.ટી. બસના ચાલકે રસ્તે બેઠેલી બે ભેંસોને હડફેટમાં લઇ ઇજાગ્રસ્ત બનાવ્યાની ફરિયાદ શેઠવડાળા પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બાવરીદડ ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા સંજયભાઈ કરસનભાઈએ પોતાની બે ભેંસો કે જે બાવરીદડ ગામના પાટિયા પાસે બેઠી હતી, તે બંને ભેંસોને જી.જે.18 ઝેડ 5895 નંબરની એસ.ટી. બસના ચાલકે હડફેટે લેતાં બંનેને ઇજાગ્રસ્ત બનાવી દીધી હતી.

 જે બનાવ અંગે પશુ માલિક દ્વારા એસ.ટી. બસના ચાલક ધર્મેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવાઈ છે.


Google NewsGoogle News