જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર એસ.ટી. બસ ડિવાઇડર પર ચડી જતાં અકસ્માત : સદભાગ્યે જાનહાની ટળી
Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક આવેલા સોયલ ટોલનાકા પાસે એક એસટી બસ જામનગર તરફ આવી રહી હતી, જે દરમિયાન એક છોટા હાથીને બચાવવા જતાં અકસ્માતે ડિવાઈડર પર ચડી ગઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો.
આથી બસની અંદર બેઠેલા મુસાફરોમાં અફડા તફડી મચી ગઈ હતી. પરંતુ સદ્ભાગ્યે કોઈને જાનહાનિ થઈ ન હતી. આ બનાવની જાણ થવાથી ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને તપાસ શરૂ કરી છે.