Get The App

જામજોધપુરના સંગ ચિરોડા ગામમાં રહેતા એસ.ટી. બસના કંડકટર ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
જામજોધપુરના સંગ ચિરોડા ગામમાં રહેતા એસ.ટી. બસના કંડકટર ઇંગ્લિશ દારૂ સાથે પકડાયો 1 - image


Conductor Caught with Liqour : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ફરજ બજાવતા અને સંગચિરોડા ગામમાં રહેતા એસટી કંડકટર ઇંગ્લિશ દારૂ સાથે પકડાયા છે, અને પોલીસે તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના સંગ ચિરોડા ગામમાં રહેતા તેમજ એસ.ટી. વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા આવળભાઈ પરબતભાઈ કટારા (ઉ.વ.38) કે જેઓ જામજોધપુર ટાઉનમાં એક મોબાઇલની દુકાન પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે મળી આવ્યા હતા. જામજોધપુર પોલીસે તેની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News