મા અંબાના દર્શન કરી પરત ફરતાં માઈભક્તો માટે એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા, જોઈ લો આ મેપ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
Ambaji GSRTC Bus Map


Ambaji GSRTC Bus Map : યાત્રાધામ અંબાજી ખાતે આજથી (12 સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મેળાની શરુઆત થઈ ગઈ છે, ત્યારે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન દર્શનાર્થે આવેલા ભક્તોને પરત ફરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ - પાલનપુર વિભાગ દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ભક્તોને પોતાના વતન પરત ફરવા માટે એસટી બસોની વ્યવસ્થાને લઈને બૂથ વાઇઝ મેપ બહાર પાડવામાં આવ્યો છે. ચાલો જાણીએ કયા રૂટની બસો ક્યાં મળશે.

આ પણ વાંચો : અંબાજીમાં ભાદરવી પૂનમના 'મહામેળા'નો આજથી પ્રારંભ, અરવલ્લીની ગિરિમાળા જય અંબાના નાદથી ગૂંજી ઉઠશે



અંબાજીથી પરત ફરવા માટે એસટી બસની વ્યવસ્થા

ગુજરાત એસટી વિભાગ દ્વારા મા અંબાના દર્શન કરવા આવતાં માઈભક્તોને તકલીફ ન પડે તે બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેના અનુસંધાને GSRTC દ્વારા સ્પેશિયલ બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અંબાજીથી ડીસા-સિદ્ધપુર, પાલનપુર, હિંમતનગર, મહેસાણા, અમદાવાદ, દાંતા સહિતના રૂટ પ્રમાણે 10 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દર્શનાર્થીઓ સહેલાઈથી પોતાના વતન પરત ફરી શકે તે માટે મેપની મદદથી એસટી બસની વ્યસ્થાની જાણકારી પૂરી પાડવામાં આવી છે.

મા અંબાના દર્શન કરી પરત ફરતાં માઈભક્તો માટે એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા, જોઈ લો આ મેપ 2 - image


Google NewsGoogle News