પોરબંદરમાં શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવનો મંગલ આરંભ
શ્રી અષ્ઠસખા ચરિત્ર રસપાનમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા : આચાર્ય ચરણ પ્રાદુભાવ મહોત્સવ, શોભાયાત્રા, વિવિધ મનોરથ ઉપરાંત સેવાયજ્ઞો પણ યોજાશે
પોરબંદર, : પોરબંદરમાં શ્રીમદ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવનો મંગલ આરંભ થયો છે. આગામી તા. 5 સુધી શોભાયાત્રા, ધર્મસભા અને પ્રાદુર્ભાવ મહોત્સવ સહિત અનેકવિધ કાર્યક્રમો સાથે મહાપ્રભુજી ઉત્સવનાં આયોજનના રજત્તજયંતી વર્ષ નિમિત્તે શ્રી અષ્ઠસખા સમારોહ સહિત વિવિધ મનોરથો યોજાશે.
અષ્ટસખા સત્સંગ સમારોહ અંતર્ગત કુંભનદાસજીના ચરિત્ર રસપાન કર્યું હતું. તા.ર૭ મીએ શ્રી સુરદાસજી, તા.ર૮ના પરમાનંદદાસજી, તા. 29ના શ્રી કૃષ્ણદાસજી, તા. 30મીએ શ્રી ગોવિન્દસ્વામીજી, તા. 1ના શ્રી ચત્રભુજદાસજી, તા. 2ના શ્રી નંદદાસજી, તા.3ના શ્રી છિત્તરસ્વામીજીના જીવન પ્રસંગોનુ રસપાન કરાવવામાં આવશે. ગ્વાલિયરથી પધારેલા સતિષ શાીજી શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટય મહોત્સવ નિમિત્તે અષ્ટસખા ચરિત્રનુ રસપાન કરાવશે. શ્રી વસંતરાયજી મહારાજની પ્રેરણાથી વ્રજનિધિ પરિવાર દ્વારા તા.5 ને રવિવારે કીડનીના દર્દીઓ માટે યુરોલોજી કેમ્પનુ આયોજન કરાયુ છે. કેમ્પનુ સ્થળ પોર્ટ કોલોની ગ્રાઉન્ડ, વાઘેશ્વરી પ્લોટ ખાતે રહેશે. શ્રી મહાપ્રભુજી ઉત્સવદિને વ્રજનિધિ પરિવાર અને વલ્લભાચાર્ય હવેલી પોરબંદર દ્વારા ફ્ટ, બીસ્કીટ વિતરણ, પ્રાગટજીબાપા આશ્રમમાં અનાજ અને તેલ અર્પણ, ભીમનાથ મંદિર રેલ્વે સ્ટેશન ખાતે અનાજ અને તેલ અર્પણ રસીકબાપા રોટલાવાળા ટ્રસ્ટમાં અનાજ અને તેલ અર્પણ સહીતની કરૂણામય પ્રવૃતિઓ કરવામાં આવશે. તા. 4 શનિવારે શ્રી આચાર્ય ચરણ પ્રાદુભાવ મહોત્સવ યોજાશે, જેમાં સવારે 9.30 કલાકે સર્વોેત્તમ ોતના પાઠ 10.30 કલાકે શ્રીના ફુલના પલના દર્શન, બપોરે 12.30 કલાકે તિલક આરતી અને ફુલમંડલી દર્શન, વલ્લભાચાર્ય હવેલી પોરબંદર ખાતે યોજાશે. સાંજે 5 કલાકે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયુ છે,