દર્દી જલદી સાજા થાય તે માટે નવી સિવિલમાં ૭ સ્થળે શ્રીજીની સ્થાપના કરાઇ
- એમ.આઇ.સી.યુ,ઓર્થો. વોર્ડ, રેડિયોલોજી વિભાગ, કિડની બિલ્ડીંગ, એફ -૨ અને જી-૩વોર્ડ અને નર્સિગ કોલેજમાં પણ ગણેશોત્સવ
(પ્રતિનિઘિ દ્વારા) સુરત મંગળવાર
કહેવાય
છે કે દર્દીને દવા સાથે દુઆ આપવાથી દર્દી જલ્દી સાજા થાય છે. કોરોના સહિતના દર્દીઓ
જલદી સાજા થાય અને દુઃખ દૂર થાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલનાં વોર્ડ તથા
વિભાગ અને સરકારી નસિગ કોલેજ મળીને સાત જગ્યાએ વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી
છે. જ્યાં નર્સિગ સ્ટાફ,
ડોક્ટરો, નર્સિગ વિદ્યાર્થીઓ તથા દર્દી અને
તેમના સબંધીઓ દ્વારા પૂજા કરી રહ્યા છે.
નવી સિવિલ હોસ્પિટલમાં એમ.આઈ.સી.યુ, રેડિયોલોજી વિભાગની ઓપીડીમાં, કિડની બિલ્ડીંગના પાંચમા માળે, ઓર્થોપેડીક વિભાગ પહેલા માળે વોર્ડમાં, એફ - ૨ વોર્ડ,જી -૩ વોર્ડ અને વિધ્નહર્તા દેવની માટીની મૂતનૂ સ્થાપના કરવામાં આવી છે. જોકે કોરોના સંક્રમિત દર્દી તથા વોર્ડમાં દાખલ દર્દીઓ જલદી સાજા થાય, લોકો મુસીબતો દુર રહે, રોગચાળો નહી આવે, લોકો સુધી સમદ્ર રહે અને વિધ્નહર્તા તમામનું વિધ્ય દુર કરે એવી ભાવના સાથે શ્રીજીની પૂજા કરવામાં આવી રહી છે. જોકે ઓ.પી.ડી તથા વોર્ડમાં નર્સિગ સ્ટાફ, ડોકટરો સહિત સ્ટાફને સવાર અને સાંજે આરતી કરીને કર છે. જેમાં દર્દીઓ અને તેમના સંબંધીઓ હાજર રહે છે. આ સાથે ગવર્મેન્ટ નર્સિગ કોલેજમા શ્રીજીની સ્થાપના કરાઇ છે. જયારે વોર્ડ તથા ઓ.પી.ડી સહિતના શ્રીજી સ્થાપના થઇ ત્યાં સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. નર્સિગ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતનો સ્ટાફ પૂજા કરે છે. એવું નર્સિગ અગ્રણી ઇકબાલ કડીવાલા અને અશ્વિન પંડિયાએ જણાવ્યું હતું.
- સિવિલ ખાતે તમામ ધર્મના સ્ટાફ દ્વારા શ્રીજીની પુજા અર્ચના
સુરત
નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોમી એકતાનો માહોલ જોવા મળ્યો છે. હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી અને શીખ એમ બધા જ ધર્મનાં ભાઈ બહેનએ વિચારધારા સાથે તમામ સમુદાયના
નર્સિગ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નર્સિગ સ્ટાફ સહિતના કર્મચારીઓ
હંમેશા દરેક તહેવાર સાથે મળીને મનાવે છે. હાલમાં તમામ ધર્મના લોકો વિઘ્નહર્તાની પૂજા
અર્ચના કરી રહ્યા છે. જોકે સિવિલ ખાતે લાંબા વર્ષોથી શ્રીજી સ્થાપના કરી પરંપરાગત પુજા
કરવામાં આવે છે.એવું નર્સિગ એસોના. કડીવાલે જણાવ્યું હતું.