સુરતમાં સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ માટે ખાસ ટ્રેક બનાવ્યો પણ ટ્રેક પર બાઈક-કારના દબાણ

- દેશનો પહેલો સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટ સુરતમાં પણ

- સીટી લાઈટ ની સ્કૂલ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો પણ આકર્ષક ખાસ ટ્રેક પર પણ લોકો બાઈક મુકતા અકસ્માતની ભીતિ

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
સુરતમાં સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ માટે ખાસ ટ્રેક બનાવ્યો પણ  ટ્રેક પર બાઈક-કારના દબાણ 1 - image


 સુરત, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર 

સુરત સહિત દેશમાં વધતા જતા પ્રદુષણ સામે પર્યાવરણ ની જાળવણી થાય અને આવનારી પેઢીઓમાં નોન-મોટરાઈઝ્ડ વ્હીકલનાના ઉપયોગ માટે નવી પહેલ પાલિકા દ્વારા કરવામાં આવી છે. દેશનો પહેલો સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટ સુરતના સીટી લાઈટ પાલિકાની સ્કૂલ માં લોન્ચ  કરવામાં આવ્યો છે.  આ માટે ખાસ આકર્ષક ટ્રેક પણ તૈયાર કરાયો છે અને તેના પર સાયકલ પણ દોડવા લાગી છે. જોકે,  ટ્રેક પર કેટલાક લોકો બાઈક અને ટ્રેક શરૂ થાય તે પહેલા કાર પાર્કિંગ કરી દેવામાં આવતું હોવાથી સાયકલ ચલાવતા વિદ્યાર્થીઓને અકસ્માતનું જોખમ ઊભું થયું છે. 

સાયકલ ટુ સ્કુલ  પ્રોજેક્ટ માટે દેશભરમાંથી 100 સ્માર્ટ સિટી પૈકી માત્ર સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે અને સુરત પાલિકાએ આ પ્રોજેક્ટ માટે છ સ્કુલ પસંદ કરી કામગીરી શરુ કરી છે. સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા 'સાયકલ સાયકલ ટુ ટુ સ્કૂલ' સ્કૂલ' નાં પાયલોટ પ્રોજેક્ટ  માટે સીટી લાઈટ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 160 ની પસંદગી કરવામા આવી છે.

સુરતમાં સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટ માટે ખાસ ટ્રેક બનાવ્યો પણ  ટ્રેક પર બાઈક-કારના દબાણ 2 - image

શહેરમાં નોન-મોટરાઇઝડ વાહનોને પ્રોત્સાહન આપવાના હેતુથી સાયકલ ઉપર શાળાએ આવતા બાળકો, સાયકલિસ્ટ તેમજ પેડેસ્ટેરીયન ની સલામતીને ધ્યાનમાં રાખીને, વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા કે સેફ લેન માર્કિંગ, રોડ ક્રોસિંગ માર્કિંગ, બોલાર્દ, ટ્રાફિક નિયમનના સાઈને જીસ અને ટ્રાફિક જંકશન રિ-ડિઝાઇન વિગેરેની કામગીરી પાલિકાએ કરી છે. આ ઉપરાંત સાયકલને જીપીએસ સિસ્ટમથી જોડી દેવામાં આવી છે અને જીપીએસ થી જ સાયકલનું મોનીટરીંગ પણ શરુ કરવામા આવ્યું છે. 

સુરત નો પહેલો સાયકલ ટુ સ્કુલ પ્રોજેક્ટ સફળ થાય તો અન્ય પાંચ સ્કૂલમાં પણ પ્રોજેક્ટ શરૂ કરવા આયોજન છે. પરંતુ પાલિકાએ સાયકલ માટે બનાવવામાં આવેલા ખાસ ટ્રેક પર કેટલાક લોકો સાયકલ માટે અવરોધ ઉભા થાય તેવી કામગીરી કરી રહ્યાં છે. સીટી લાઈટ ની સ્કુલ નજીક જે ટ્રેક બનાવ્યો છે તે આકર્ષક છે પરંતુ આ ટ્રેક પર કેટલાક લોકો ટુ વ્હીલર પાર્ક કરી દે છે. તો કેટલાક લોકો ટ્રેક શરૂ થાય તે પહેલા કાર પાર્કિંગ કરી અવરોધ ઉભો કરી રહ્યાં છે. 

પાલિકાએ સાયકલને જીપીએસ સિસ્ટમ થી જોડી છે પરંતુ ટ્રેક પર વાહન પાર્કિંગ થાય તે જોવા માટેની તસ્દી લીધી ન હોવાથી સાયકલ લઈને આવતા વિદ્યાર્થીઓને અકસ્માત થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. દેશનો પહેલો પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે તેમ છતાં કેટલાક લોકોમાં ટ્રાફિક સેન્સ નો અભાવ છે અને બીજી તરફ પાલિકા પણ આ મુદ્દે ઉદાસિન હોવાથી પહેલા પ્રોજેક્ટના ટ્રેકમાં જ ગેરકાયદે પાર્કિંગ નું ગ્રહણ લાગી રહ્યું છે. જો પાલિકા તંત્ર આ મુદ્દે ધ્યાન ન આપે તો પહેલો પ્રોજેક્ટનું બાળ મરણ થાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.


Google NewsGoogle News