ગુડ ફ્રાઈડે નિમિત્તે વડોદરાના વિવિધ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ
Good Friday : ગુડ ફ્રાઇડે નિમિત્તે આજે શહેરના વિવિધ ચર્ચ સાથે વિશેષ પ્રેયરનું આયોજન ખ્રિસ્તી સમુદાય દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઈસ્ટરના રવિવારના આગલા શુક્રવારે ખ્રિસ્તી સમાજ દ્વારા ગુડ ફ્રાઇડેની ઉજવણી થતી હોય છે. જેમાં આજના દિવસે ખ્રિસ્તી સમુદાયના ભગવાન ઈસુએ માનવ ધર્મ માટે પોતાનું બલિદાન આપ્યું હતું.
બાઇબલ પ્રમાણે રોમન ગવર્નર પોલાર્ડના આદેશના પગલે ભગવાન ઈસુ પર ખોટી રીતે રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને આજે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે શહેરના ફતેગંજ, નિઝામપુરા સહિતના વિસ્તારમાં આવેલા ચર્ચમાં સવારના સમયે બહોળી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો એકઠા થયા હતા અને તેઓ વિશેષ પ્રાર્થનામાં જોડાયા હતા.