Get The App

સાળંગપુરમાં હનુમાનજી તિરંગાના રંગે રંગાયા, પ્રજાસત્તાક પર્વ પર દાદાને વિશેષ શણગાર

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
સાળંગપુરમાં હનુમાનજી તિરંગાના રંગે રંગાયા, પ્રજાસત્તાક પર્વ પર દાદાને વિશેષ શણગાર 1 - image


Kashtbhanjandev Temple Salangpur: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતે (26 જાન્યુઆરી)  કષ્ટભંજનદેવ હનુમાનજીને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાના સિંહાસનને કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરી સવારે 5.45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લહાવો હજારો ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી લીધો હતો.

દાદાને કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, '76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને પાઘડી પહેરાવવામાં આવી છે. જે ચાર દિવસની મહેનતે ગોંડલમાં જ બનાવવામાં આવ્યા છે.'

સાળંગપુરમાં હનુમાનજી તિરંગાના રંગે રંગાયા, પ્રજાસત્તાક પર્વ પર દાદાને વિશેષ શણગાર 2 - image

આ પણ વાંચો: મહીસાગર જિલ્લામાં કારે બાઈકને ફંગોળી નાખ્યું, ધ્વજવંદનના કાર્યક્રમમાં જતા શિક્ષકનું કમકમાટીભર્યું મોત


વધુમાં પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે 'દાદાના સિહાસને ગલગોટા અને સફેદ સેવંતીના લીલું ઘાસ એમ તિરંગાની થીમવાળો કૂલ 300 કિલો ફુલનો શણગાર અને તિરંગા લગાવવામાં આવ્યા છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદને ચાર કલાકનો સમય લાગ્યો હતો.'

સાળંગપુરમાં હનુમાનજી તિરંગાના રંગે રંગાયા, પ્રજાસત્તાક પર્વ પર દાદાને વિશેષ શણગાર 3 - image


Google NewsGoogle News