જામનગરમાં માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી : ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાલકોને ચોકલેટ-ગુલાબ આપીને માર્ગદર્શન અપાયું
Jamnagar Traffic Drive : જામનગરમાં માર્ગ સલામતી માસ 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર-ખંભાળિયા માર્ગે બેડ ટોલ નાકા પાસે પોલીસની ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોક જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં હેલ્મેટ નહી પહેરનાર, શીટ બેલ્ટ નહી પહેરનાર તેમજ ટ્રાફિક નીયમનનો ભંગ કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ દ્વારા લોકોમાં ટ્રાફિક નીયમન અંગેની જાગ્રુતિ આવે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વાહન અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરવા તેમજ શીટ બેલ્ટ બાંધવાથી થતા ફાયદા અંગેની સમજણ આપવામાં આવી હતી.