નૈઋત્ય ચોમાસું આગળ વધતા હવે દેશભરમાં ભેજવાળા પવન ફૂંકાશે, ગરમીમાં રાહત મળશે

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
નૈઋત્ય ચોમાસું આગળ વધતા હવે દેશભરમાં ભેજવાળા પવન ફૂંકાશે, ગરમીમાં રાહત મળશે 1 - image
Image Enavto 

Weather Update:  દેશના મોટાભાગના રાજ્યોમાં સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે. જોકે હાલમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળતી જોવા મળી રહી છે. આજે સવારથી જ અમદાવાદમાં વાદળો જોવા મળી રહ્યા હતા. તેમ છતાં 42 ડિગ્રીએ અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ગ્રીન સિટી તરીરે ઓળખાતા ગાંધીનગરનું તાપમાન પણ 41.7 ડિગ્રી પર રહ્યું હતું. 

આગામી દિવસોમાં ભેજવાળા પવન ફૂંકાશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં નૈઋત્ય ચોમાસુ આગળ વધે તેવી સાનુકુળ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે ચોમાસું આગળ વધી રહ્યું છે. જેથી કરીને આગામી દિવસોમાં ભેજવાળા પવન ફૂંકાવાના શરૂ થશે. અને ગરમીમાં રાહત મળશે. 

રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં આજે બીજા દિવસે થોડો ઘટાડો નોંધાયો હતો. જેથી લોકોએ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી. જોકે, બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રી પર રહ્યો હતો, તેથી બપોરે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર માટે ડસ્ટ સ્ટ્રોમની વોર્નિંગ છે. જેથી કરીને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે. આ સાથે કાળઝાળ ગરમીને કારણે લૂ લાગવાના અને ડીહાઇડ્રેશનના કિસ્સામાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

​​​​​​​રાજ્યના વિવિધ શહેરના તાપમાન

અમદાવાદ  42

ગાંધીનગર 41.7

ડીસા 39.5

વડોદરા 39.2

સુરત 35.4

કંડલા 38.7

ભુજ         37.1

ભાવનગર 40.9

રાજકોટ 40.1

વેરાવળ 35

સુરેન્દ્રનગર 42

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, જુઓ આંધી-વંટોળ વિશે શું બોલ્યાં


Google NewsGoogle News