Get The App

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફટકાબાજી: ચીખલીમાં સૌથી વધુ, ઓલપાડમાં NDRFની ટીમ તહેનાત

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફટકાબાજી:  ચીખલીમાં સૌથી વધુ, ઓલપાડમાં NDRFની ટીમ તહેનાત 1 - image


South Gujarat Rain Update : રાજ્યામાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ચીખલીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રાખવાનો વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફટકાબાજી:  ચીખલીમાં સૌથી વધુ, ઓલપાડમાં NDRFની ટીમ તહેનાત 2 - image

ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 206 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે.  ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેના લીધે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. 

વલસાડ જિલ્લામાં ચાર દિવસથી મેઘરાજાની મહેર યથાવત છે, તો બીજી તરફ ઔરંગા નદી પર બનેલો ડેમ ઓવર ફ્લો થતાં વલસાડ શહેર અને તાલુકામાં વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. 


દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફટકાબાજી:  ચીખલીમાં સૌથી વધુ, ઓલપાડમાં NDRFની ટીમ તહેનાત 3 - image


ઓલપાડમાં NDRFની ટીમ તહેનાત

સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સાવચેતી ભાગરૂપે સુરતના ઓલપાડમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરાઈ છે. વરસાદી આફતનો સામનો કરવા માટે બોટ, લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે એનડીઆરએફની ટીમ સજ્જ છે. 

બપોરે 12 વાગ્યા સુધીના આંકડા, સૌથી વધુ ચીખલીમાં 

નવસારી જિલ્લાના ચીખલીમાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નવસારી જિલ્લાના વાંસડામાં 1.89 ઇંચ, જલાલપોરમાં 1.77 ઇંચ, ખેરગામમાં 1.77 ઇંચ, ગણદેવીમાં 0.98 અને નવસારી શહેરમાં 1.81 ઇંચ ખાબક્યો છે. જ્યારે ડાંગના વાઘાઇમાં 2.28 ઇંચ અને ડાંગ-આહવામાં 0.98 ઇંચ, સુરતના ઓલપાડમાં 1.85 ઇંચ, ઉમરપાડામાં 1.06 ઇંચ, મહુવામાં 1.06 ઇંચ, પલસાણામાં 1.26,  વલસાડ શહેરમાં 1.06 ઇંચ, અરવલ્લીના ભિલોડામાંન 3.15 ઇંચ, બનાસકાંઠાના સુઇગામમાં 2.68 ઇંચ, વાવમાં 2.60 ઇંચ લાખાણીમાં 1.69 ઇંચ, થરાદમાં 1.26 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 2.44 ઇંચ, મહેસાણા શહેરમાં 1.61 ઇંચ, ઉંઝામાં 1.54 ઇંચ, જોટાણામાં 1.42 ઇંચ, કડીમાં 1.02 ઇંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં 1.06 ઇંચ, તલોદમાં 1.46 ઇંચ, અરવલ્લીના ભિલોડૅઅમાં 3.15 ઇંચ, પાટણના ચાણસ્મામાં 6 1.38 ઇંચ, પાટણ શહેરમાં 1.26 ઇંચ, સિદ્ધપુરમાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે (બીજી  જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ,  મહેસાણા, સાબરકાંઠા,  ગાંધીનગર, અરવલ્લી, ખેડા,  અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. 

આગામી 5 દિવસ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે.  બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર છોટાઉદેપુર ભરૂચ ડાંગ તાપી સુરેન્દ્રનગર જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.  દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.


Google NewsGoogle News