VIDEO: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં પૂરનો ખતરો, ઓરંગા નદી ભયજનક સપાટીએ, ચોતરફ જળબંબાકાર

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
VIDEO: દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડમાં પૂરનો ખતરો, ઓરંગા નદી ભયજનક સપાટીએ, ચોતરફ જળબંબાકાર 1 - image


South Gujarat Rain : રાજ્યમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 29 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. 

વલસાડમાં ફરી પૂરનો ખતરો, ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી; ઘરોમાં પાણી ઘૂસ્યા

વલસાડમાં ફરી એક વખત પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે. ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા સરીયાવાડમાં 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્રણ દિવસમાં સતત બીજી વખત વલસાડમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા નદી કિનારા વિસ્તારના લોકોના જીવ ફરી અદ્ધર થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. વલસાડમાં 11.2 ઇંચ વરસાદ પડતા નદીઓમાં પૂરની સ્થિતિ સાથે લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જિલ્લામાં 15 રસ્તા બંધ થઈ ગયા હતા. કપરાડામાં સૌથી વધુ 14.5 ઇંચ, વાપીમાં 13.5 ઇંચ, પારડી અને વલસાડમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડના કાશ્મીર નગરને ખાલી કરાવી 600 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.

સુરતમાં ભારે વરસાદ, 15 પરિવારોનું સ્થળાંતર કરાયું

સુરતમાં ભારે વરસાદના કારણે 15 પરિવારોનું સ્થળાંતર કરાયું છે. તાપી નદી કાંઠે વસતા લોકોને તંત્રએ ઍલર્ટ કર્યા છે. અડાજણના રેવા નગરના 15 પરિવારનું સ્થળાંતર કરાયું છે. તમામને સરકારી શાળામાં ખસેડાયા છે. તાપી નદી પરના કોઝવેની સપાટી 9.90 મીટરે પહોંચી છે. ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમમાંથી 2.47 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે.

આ પણ વાંચો : • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવે SEOC ખાતે બેઠક યોજી

ભરૂચ: ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી

સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં પાણીની સપાટી વધવાને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીએ ભયજનક સપાટી વટાવી છે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 112 ટકા વરસાદ પડ્યો છે. સરદાર સરોવરમાંથી અત્યાર સુધી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટ વોર્નિંગ સપાટી છે, હાલ નદી 24 ફૂટના સ્તરે વહી રહી છે. સ્થિતિને જોતાં ગઈકાલે રવિવારેથી આજ દિવસ સુધી 280 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જરૂર જણાય ત્યાં NDRF અને SDRF ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

નવસારીની નદીઓમાં ઘોડાપૂર, અનેક વિસ્તારો થયા જળમગ્ન

નવસારી શહેરમાં વરસાદ યથાવત્ છે અને ચોતરફ પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ છે અને અનેક નદીઓની જળ સપાટી વધી ગઈ છે. શહેરના ઉપરવાસમાં વરસાદને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. અન્ય નદીઓની વધેલી જળ સપાટીને પગલે તંત્ર પણ ઍલર્ટ થયું છે. ભાઠા ગામનું પીએસસી સેન્ટર અંબિકાના પૂરના કારણે પ્રભાવિત થયું છે અને પાણી ભરાઈ જતાં બંધ કરવાની નોબત આવી છે.

આ પણ વાંચો : VIDEO | વરસાદે ઘમરોળ્યું ગુજરાત, ક્યાંક બ્રિજ તૂટ્યો તો ક્યાંક નદી-ડેમ છલકાયાં, જનજીવન ઠપ

ડાંગમાં બે દિવસથી સતત વરસાદ

ડાંગ જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડવાના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે. જિલ્લાના ત્રણેય તાલુકામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જિલ્લામાં સરેરાશ 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 25 ઑગસ્ટે જિલ્લાના ડાંગ-આહ્વા તાલુકામાં 10.55 ઇંચ, વઘઈમાં 10 ઇંચ, સુબીરમાં 8.4 ઇંચ વરસાદ નોંધાયો છે.

વલસાડમાં ફરી પૂરનો ખતરો, ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી; ઘરોમાં પાણી ઘૂસ્યા

વલસાડમાં ફરી એક વખત પૂરનો ખતરો જોવા મળી રહ્યો છે. ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા સરીયાવાડમાં 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્રણ દિવસમાં સતત બીજી વખત વલસાડમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવતાં નદી કિનારા વિસ્તારના લોકોના જીવ ફરી અદ્ધર થઈ ગયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. વલસાડમાં 11.2 ઇંચ વરસાદ પડતાં નદીઓમાં પૂરની સ્થિતિ સાથે લોકોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જિલ્લામાં 15 રસ્તા બંધ થઈ ગયા હતા. કપરાડામાં સૌથી વધુ 14.5 ઇંચ, વાપીમાં 13.5 ઇંચ, પારડી અને વલસાડમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડના કાશ્મીર નગરને ખાલી કરાવી 600 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.

આ પણ વાંચો : ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદ, મુખ્યમંત્રીનો કલેક્ટરોને તકેદારીના પગલાં લેવાનો નિર્દેશ

નર્મદા જિલ્લાના તિલકવાડામાં 20 મિ.મી. વરસાદ

નર્મદા જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે. આજે સવારે તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન નર્મદા જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉપરવાસથી નર્મદા ડેમમાં પાણીની આવક થવાના કારણે તંત્ર ઍલર્ટ મોડમાં છે. છેલ્લા 24 કલાકમાં દેડિયાપાડામાં 9.29 ઇંચ અને સાગબારામાં 8.86 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં તિલકવાડામાં 20 મિ.મી., ગરુડેશ્વરમાં 12, નાંદોદમાં 7, ડેડિયાપાડામાં 3 અને સાગબારામાં 3 મિ.મી. વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લામાં પડી રહેલો અવિરત વરસાદ

તાપી જીલ્લાના ઉપરવાસ અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે નદી-નાળાઓ છલકાવાની સાથે ભરપૂર પાણીની આવક થઈ છે. જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતા ગ્રામીણ વિસ્તારના 75 જેટલા લો લેવલ પુલો પર પાણી ફરી વળ્યા છે. આ કારણે અહીં વાહન-વ્યવહાર પણ બંધ કરી દેવાયો છે. સોનગઢ તાલુકાના 26, વ્યારાના 16, વાલોડના 12, ડોલવણના 12, ઉચ્છલના 6, નિઝરના 2, કુકરમુંડાનો 1 લો લેવલ પુલ બંધ કરાયો છે.

કચ્છના બારડોલીમાં પાણીમાં કાર ફસાઈ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના કારણે સાંજે ચાર વાગ્યા સુધીમાં નખત્રાણામાં 6.8 ઇંચ, માંડવીમાં 4.2 ઇંચ, ભુજમાં 2 ઇંચ, મુન્દ્રામાં 40 મીમી, રાપરમાં 24 મીમી, અંજારમાં 25 મીમી અને ભચાઉમાં 22 મીમી, ગાંધીધામમાં 13 મીમી અને અબડાસામાં 2 મીમી વરસાદ ખાબક્યો છે. નખત્રાણાના મુખ્ય રસ્તા પર ભારે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એક કાર ફસાઈ ગઈ હતી.


Google NewsGoogle News