Get The App

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર 1 - image

File Photo 


Gujarat Vapi Rain news | ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 3-3 સાઈક્લોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ બે ત્રણ દિવસથી રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ગઈકાલે સુરતના ઉમરપાડા 12 તથા વિજાપુરમાં લગભગ 8 ઈંચ સુધી વરસાદ ખાબક્યાં બાદ વાપી-વલસાડનો વારો પડી ગયો છે. અત્યાર સુધીમાં વાપીમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ સુરક્ષિત સ્થાનોએ ખસી જવાની ફરજ પડી હતી. લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યું હતું. 

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર 2 - image

ગુજરાતમાં 234 તાલુકામાં મેઘમહેર 

તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ 13 ઈંચ સુધી વાપીમાં ખાબક્યો હતો. જ્યારે કપરાડા, પારડીમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને લોકોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જ્યારે સુરતના ઉમરપાડામાં ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં 24 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.  ગુજરાતના લગભગ 234 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. 

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર 3 - image

રાજ્યના ડેમ, નદી-નાળા છલકાયાં

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળતાં અનેક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે રાજ્યના જળાશયોમાં 73 ટકા સુધી જળસપાટી વધી ગઇ હતી. 53 જેટલાં તો ઓવરફ્લો થઈ ગયા હતા. નદી-નાળામાં પણ પાણીના નવા નીર આવી ગયા હતા. અનેક નદીઓ ગાંડીતૂર બની હતી અને ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી હતી. 

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર 4 - image

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર 5 - image

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વાપીમાં 13 ઈંચ વરસાદ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોનું સ્થળાંતર 6 - image


Google NewsGoogle News