Get The App

વીલની વિરુદ્ધ જઈ મિલકત વેચી દેનાર પુત્રની છ વર્ષે ધરપકડ

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
વીલની વિરુદ્ધ જઈ મિલકત વેચી દેનાર પુત્રની છ વર્ષે ધરપકડ 1 - image


Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં મિલકત ત્રાહિત વ્યક્તિને વેચી દેવાના ગુનામાં ફરાર આરોપીને છ વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે. 

ગોત્રી વિસ્તારમાં અગાઉ રહેતા સ્વ. નાનજીભાઈ મકવાણાની સ્વ સંપાદિત જમીન અંગે તેમણે વીલ કર્યું હતું. જે મુજબ આ મિલકત કોઈ ત્રાહિત વ્યક્તિને વેચવાની ન હતી.

આમ છતાં મુકેશ નાનજીભાઈ મકવાણાએ વીલની વિરુદ્ધ જઈ મિલકતનું વેચાણ કરી દેતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં ગુનો નોંધાયો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં નાસ્તા ફરતા મુકેશ મકવાણા(મૂળ રહે ગોત્રી સર્વોદય મહોલ્લો, હાલ રહે પાઈનવુડ, પંચવટી ગોરવા) ને ઝડપી પાડ્યો છે.


Google NewsGoogle News