Get The App

માતાએ ઠપકો આપતા આવેશમાં આવીને પુત્રનો આપઘાત

છાણી ગરનાળાથી થોડે દૂર ઝાડ પર લટકતી લાશ મળી આવી

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
માતાએ ઠપકો આપતા આવેશમાં આવીને પુત્રનો આપઘાત 1 - image

વડોદરા,માતાએ કામ કરવા બાબતે ઠપકો આપતા યુવાને આવેશમાં આવીને બેલ્ટ વડે ગળા  ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતો ૨૯ વર્ષના રવિ સુરેશભાઇ શીગ્વાન કોઇ કામ ધંધો નહીં કરતો હોવાથી તેની માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી લાગી આવતા રવિએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ  પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.બી. પટેલે વધુ તપાસ હાથ ધરી છે. 

જ્યારે અન્ય એક  બનાવની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ૩૩ વર્ષના ફુલચંદ ઉરાવેની ગળા ફાંસો ખાધેલી હાલતમાં ભાથુજી મંદિર ગરનાળાથી થોડે દૂર અવાવરૃં જગ્યામાં ઝાડ પર લટકતી મળી આવી હતી. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ થઇ હતી. મૃતક મૂળ બિહારનો વતની છે.


Google NewsGoogle News